નવજીવન ન્યૂઝ.મોડાસાઃ મોડાસા શહેરની ઝમઝમ સોસાયટીમાં રહેતા લઘુમતી યુવકે અમદાવાદ સરદાર નગરના હાંસોલ વિસ્તારમાં રહેતી સિંધી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા પછી અમદાવાદ રહેતી યુવતીને ઈદ કરવા મોડાસા તેના ઘરે લાવી સોના-ચાંદીના દાગીના પડાવી લઇ પરત અમદાવાદ મૂકી આવ્યા બાદ યુવકના સાસુ તેમની પુત્રીને મોડાસામાં પરત તેના ઘરે મુકવા આવતા યુવતીના પતિ, સાસુ અને સસરાએ ઝગડો કરી બિભસ્ત ગાળો બોલી ગડદા પાટુનો માર મારતા ભારે ચકચાર મચી હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવકની સાસુએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોડાસાની ઝમઝમ સોસાયટીમાં રહેતા શાહરુખ સલીમ શેખે અમદાવાદના સરદાર નગર હાંસોલ વિસ્તારમાં રહેતી સોનલ હરેશકુમાર મોરદાની નામની યુવતી સાથે એક વર્ષ અગાઉ પ્રેમલગ્ન કરી લીધા હતા અને યુવતી અમદાવાદ રહેતી હતી. શાહરુખ શેખ ઇદમાં તેની પત્નીને મોડાસા લઇ આવ્યા પછી પરત અમદાવાદ મૂકી આવ્યો હતો. થોડા દિવસ પછી યુવતિની માતા સોનલને લઈને તેના પતિના ઘરે મુકવા ઝમઝમ સોસાયટીમાં શાહરુખ શેખના પિતા સલીમ શેખ અને તેની માતા મુમતાઝ બેનએ ઝગડો કરતા યુવતનીની માતાને તેમની દીકરીના સોના-ચાંદીના દાગીના પરત માંગતા શાહરુખ અહિયાં નથી રહેતો જણાવી બિભસ્ત ગાળો બોલી હંગામો કરતા શાહરૂખ શેખ પણ ક્યાંકથી દોડી આવી ગડદા પાટુનો માર મારતા માતા અને પુત્રી હેબતાઈ ગયા હતા. તેઓ રીક્ષામાં બેસી નીકળતા હતા ત્યારે શાહરુખ તેના માતા-પિતાએ આજે તો બચી ગયા છો જો હવે પછી સામે મળશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા માતા-પુત્રી ફફડી ઉઠ્યા હતા. યુવતીની માતાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં શાહરુખ અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
કોની કોની સામે અમદાવાદની મહિલાએ ફરિયાદ નોંધાવી વાંચો
1) શાહરૂખ સલીમભાઈ શેખ (પતિ)
2 )સલીમભાઈ શેખ (સસરા)
3) મુમતાઝ સલીમભાઇ શેખ (સાસુ) તમામ રહે, ઝમઝમ સોસાયટી, મોડાસા