નવજીવન. ગાંધીનગર: ગુજરાતમાં પ્રજાસત્તાક દિનના એક દિવસ પહેલા નાયબ પોલીસ અધિક્ષકની બદલી કરવામાં આવી છે. એક હથિયારી DySPની બદલી અને 57 બિન હથિયારી DySPની બદલી કરવામાં આવી છે. સાથે જ એક અધિકારીને પ્રમોશન સાથે બદલી આપવામાં આવી છે. ઉપરાંત દસ અધિકારીઓની બદલીની જગ્યા હાલ પૂરતી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી જો કે આગામી સમયમાં જાહેર થાય તેવી સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એ. વી પટેલને મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોમાં એન.ડી ચૌહાણની જગ્યાએ મૂકવામાં આવ્યા છે. બી.એસ વ્યાસને વિભાગીય પોલીસ અધિકારી સાણંદ, અમદાવાદ ગ્રામ્યમાં કે. ટી કામરીયાની જગ્યાએ મુકવામાં આવ્યા છે. ડી.એસ.વાઘેલાને નાયબ પોલીસ અધિક્ષક, સી.આઇ.ડી (ક્રાઇમ) મહિલા સેલ ગાંધીનગરમાં મંજીતા વણજારાની જ્ગ્યાએ મુકવામાં આવ્યા છે. જે. ડી. પુરોહિતને વિભાગીય પોલીસ અધિકારી, ધ્રાંગધ્રામાં આર. બી. દેવધાનીની જગ્યાએ મુકવામાં આવ્યા છે. જે. બી ચૌધરીની હથિયારી નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ટ્રેનીંગ સ્કૂલ વડોદરામાં બદલી કરવામાં આવી છે. જ્યારે જે. જી. શેખને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક મહેસાણામાં બઢતી કરવામાં આવી છે.
ઉપરાંત જ્યોતિ પી. પટેલ, મંજીતા કે. વણજારા, ભરતકુમાર બી. રાઠોડ, કાનન એમ. દેસાઇ, જુલી સી. કોઠીયા, અમિતા કેતન વાનાણી, ભક્તિ કેતન ઠાકર, અર્પિતા ચિંતન પટેલ, રાજદીપસિંહ એન. નકુમ જેટલા દસ અધિકારીઓની બદલીની જગ્યા હાલ નિશ્ચિત કરાઈ નથી જે આગામી સમયમાં જાહેર કરાશે. હાલ કરયેલી બદલીમાં કોને ક્યાં નિમણૂંક મળી તેની તમામ વિગતો અહીં તસવીરોમાં રજુ કરવામાં આવી છે. જુઓ તસવીરો…







![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












