Saturday, November 1, 2025
HomeNationalમહારાષ્ટ્રઃ મંત્રીએ હેમા માલિનીના ગાલોની કરી હતી રોડ સાથે તુલના, હવે અભિનેત્રીએ...

મહારાષ્ટ્રઃ મંત્રીએ હેમા માલિનીના ગાલોની કરી હતી રોડ સાથે તુલના, હવે અભિનેત્રીએ આપ્યો જવાબ

- Advertisement -

નવજીવન મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીઓ અને શિવસેના નેતા ગુલાબરાવ પાટિલે કેટલાક દિવસ પહેલા પોતાના વિધાનસભા વિસ્તારના રસ્તાઓની તુલના હેમા માલિનીના ગાલ સાથે કરી હતી જેનો વીડિીયો ગતરોજ એટલે કે રવિવારે સામે આવ્યો હતો અને તે પછી રાજકારણ થવા લાગ્યું હતું. ઘણા નેતાઓએ જ્યાં આ મામલા પર જવાબ આપ્યો ત્યાં ભાજપ સાંસદ અને પ્રસિદ્ધ અભિનેત્રી હેમા માલિનીએ ખુદ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, આ ટ્રેંડ થોડા વર્ષો પહેલા લાલુજીએ શરૂ કર્યો હતો તેથી તમામ લોકો તેને ઉપયોગ કરે છે. જો સામાન્ય લોકો આવી વાત કરે તો સમજી શકાય છે પરંતુ જ્યારે સંસદના સદસ્ય આવું બોલે તો તે ઠીક નથી.



દેશની સરકારમાં પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રી ગુવાબરાવ પાટીલે વીડિયોમાં કહ્યું, ‘જે લોકો 30 વર્ષથી ધારાસભ્ય છે તેઓ મારા વિધાનસભા ક્ષેત્રમાં આવે અને રસ્તાઓ જોવે. જો તેઓ (રસ્તા) હેમા માલિનીના ગાલ જેવા ન હોય તો હું રાજીનામું આપી દઈશ. ભાજપના પૂર્વ નેતા એકનાથ ખડસે ઘણા વર્ષોથી આ વિસ્તારના ધારાસભ્ય છે.

સંજય રાઉતે પ્રતિક્રિયા આપી હતી
તે જ સમયે, શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ મામલે કહ્યું કે આવી સરખામણીઓ પહેલા પણ થઈ ચૂકી છે. હેમા માલિની માટે આ સન્માનની વાત છે. તેથી તેને નકારાત્મક રીતે ન જુઓ. અગાઉ લાલુ યાદવે પણ આવું જ ઉદાહરણ આપ્યું હતું. અમે હેમા માલિનીને માન આપીએ છીએ.

- Advertisement -

મહિલા આયોગની નારાજગી બાદ મંત્રીએ માફી માંગી
તે જ સમયે, મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકાંકરે પાટીલના નિવેદનની નોંધ લીધી. જે બાદ મંત્રીએ માફી માંગી હતી.


તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular