Saturday, November 1, 2025
HomeNational#Breaking પંજાબઃ લુધિયાણામાં કોર્ટ પરિસરની અંદર બ્લાસ્ટ- 2 વ્યક્તિના મોત, ઘણા ઈજાગ્રસ્ત

#Breaking પંજાબઃ લુધિયાણામાં કોર્ટ પરિસરની અંદર બ્લાસ્ટ- 2 વ્યક્તિના મોત, ઘણા ઈજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ચંદીગઢઃ પંજાબના લુધિયાણામાં ગુરુવારે કોર્ટ પરિસરની અંદર થયેલા વિસ્ફોટમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. બ્લાસ્ટમાં ચાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. વિસ્ફોટના કારણોની હજુ ખબર પડી નથી. મળી રહેલી જાણકારી પ્રમાણે આ બ્લાસ્ટ લુધિયાણા કોર્ટના વોશરૂમમાં થયો છે. આ ઘટનાથી કોર્ટ પરિસરમાં અફરા-તફરીનો માહોલ છે. પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે.





કોર્ટ પરિસરના બીજા માળ પર સ્થિત બાથરૂમમાં આ બ્લાસ્ટ બપોરે અંદાજે 12 વાગ્યા અને 22 મીનિટના સુમારે થયો હોવાનો અંદાજ છે. બ્લાસ્ટ એટલો જોરદાર તો કે બાથરૂમની દીવાલો તૂટી ગઈ હતી અને આસ પાસના રૂમના કાચ તૂટી ગયા હતા.

- Advertisement -

પોલીસે આ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે અને ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર દોડી આવી છે. એફએસએલ પણ બોલાવાઈ છે. લુધીયાણાની જિલ્લા અદાલત પરિસરમાં વિસ્ફોટ પર પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, હું લુધિયાણા જઈ રહ્યો છું. વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો આવી હરકતો કરી રહ્યા છે. સરકાર એલર્ટ છે. દોષિત મળનારા શખ્સોને છોડાશે નહીં.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular