Sunday, October 26, 2025
HomeGujaratરસોઈ ગેસ સિલિંડરનું વજન ઘટડી શકે છે સરકાર, જાણો શું છે તેની...

રસોઈ ગેસ સિલિંડરનું વજન ઘટડી શકે છે સરકાર, જાણો શું છે તેની પાછળનું કારણ

- Advertisement -

નવજીવન નવી દિલ્હીઃ એલપીજી સિલિન્ડર ભારે હોય છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું મુશ્કેલ કામ હોય છે. મહિલાઓ માટે આ કોઈ અશક્ય કામ નથી, પરંતુ જો વજન ઓછું કરવામાં આવે તો ચોક્કસથી થોડું સરળ થઈ જશે. એવી પણ ઘણી સ્ત્રીઓ હશે જે વધારે વજન નથી ઉપાડી શકતી અથવા વધારે વજન ન ઉપાડવી જોઈએ. આવી સ્થિતિમાં ગેસ સિલિન્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પડે તો સમસ્યા સર્જાય છે. પરંતુ મહિલાઓની સરળતા માટે સરકાર ટૂંક સમયમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરી શકે છે.

14.2 કિલો વજનના કારણે ઘરેલુ એલપીજી સિલિન્ડરના પરિવહનમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકાર તેનું વજન ઘટાડવા સહિત વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. અગાઉ એક સભ્યએ ભારે સિલિન્ડરને કારણે મહિલાઓને પડતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો.

- Advertisement -



આના જવાબમાં પુરીએ કહ્યું કે, ‘અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દીકરીઓ સિલિન્ડરનું ભારે વજન જાતે ઉઠાવે અને તેનું વજન ઘટાડવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.’ તેણે કહ્યું, ‘…અમે એક રસ્તો શોધીશું, પછી ભલે તે 14.2 કિલો વજનને 5 કિલો સુધી ઘટાડવાનો હોય કે અન્ય કોઈ રીતે… અમે તે કરવા માટે પ્રતિબદ્ધ છીએ.’

ગૃહમાં હોબાળા વચ્ચે તેમણે આ માહિતી આપી. ત્યારે વિપક્ષી સભ્યોએ 12 સસ્પેન્ડેડ સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular