Friday, September 26, 2025
HomeNationalલોકસભામાં ત્રણ બિલ રજૂ, જાણો હવે કાયદો કેવી રીતે બદલાશે

લોકસભામાં ત્રણ બિલ રજૂ, જાણો હવે કાયદો કેવી રીતે બદલાશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ભારત આઝાદ થયાને 75 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. ત્યારે ભારતની ન્યાય વ્યવસ્થા ઈન્ડિયન પિનલ કોડ(IPC), ક્રિમિનલ પ્રોસીઝર કોડ(CRPC) તથા ઈંડિયન્સ એવિડેન્સ એક્ટના નિયમોનુસાર ચાલે છે. IPC અને CRPC 150 વર્ષથી અંગ્રેજોએ આપેલી કાયદા વ્યવસ્થા છે. ભારતનું પોતાનું સ્વતંત્ર બંધારણ છે. પણ હવે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) બુધવારે લોકસભામાં ત્રણ ક્રિમિનલ લો બિલ પસાર કરવા રજૂઆત કરીને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે ત્રણ બિલ રજૂ કર્યા હતા. આ બિલ એવા સમયે પસાર કરવામાં આવ્યા જે સમયે મોટા ભાગના વિપક્ષી સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમિત શાહે રજૂ કરેલા ત્રણ બિલ ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમમાં ધરમૂળથી પરીવર્તન લાવે છે. ભારતની ન્યાય વ્યવસ્થા ઈન્ડિયન પિનલ કોડ(IPC), ક્રિમિનલ પ્રોસીઝર કોડ(CRPC) તથા ઈંડિયન્સ એવિડેન્સ એક્ટ પ્રમાણે ચાલે છે. લોકસભામાં ક્રિમિનલ લો બિલ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે, ભારતની ન્યાય વ્યવસ્થામાં જે ક્રિમિનલ લોનો ઉપયોગ થઈ રહ્યો છે, તે અંગ્રેજોએ આપેલી વર્ષો જૂની પુરાણી ન્યાય વ્યવસ્થા છે. જેને દેશની જરૂરિયાત અને પરિસ્થિતિ પ્રમાણે બદલવાની જરૂર છે.

- Advertisement -

અમિત શાહે બિલ અંગે વિસ્તારથી વાત કરતાં કહ્યું કે, ભારતીય દંડ સંહિતા જેનો હેતુ માત્ર દંડ આપવાનો છે. આ હેતુને અને વિચારને બદલવાની જરૂર છે. જેથી હવે ભારતીય દંડ સંહિતા(IPC)ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવશે. નવા ત્રણ બિલમાં જેમાં મોટાપાયે સુધારા કરવામાં આવ્યા છે તે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દરેક વ્યક્તિને સમાન ન્યાય આપતા બિલ હોવાની વાત અમિત શાહે કરી હતી. CRPC કે જેને ક્રિમિનલ પ્રોસિઝર કોડ તરીકે ઓળખવામાં આવે છે તેને બદલે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં આવશે. ઈંડિયંસ એવિડ્ન્સ એક્ટનું સ્થાન હવે ભારતીય સાક્ષ્ય સંહિતા લેશે.

અમિત શાહે ગઈકાલે રજૂ કરેલા ત્રણેય બિલ કોઈપણ ચર્ચા કે વિરોધ વિના પસાર પણ થઈ ગયા કારણ કે, લોકસભામાં 97 વિપક્ષી સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતા, જે ભારતીય દંડ સંહિતાનું સ્થાન લેશે, તેમાં અગાઉના 511ને બદલે 358 ખંડ હશે. આમાં 21 નવા ગુના ઉમેરાયા છે, 41 ગુનામાં કેદની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે, 82માં દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. 25 ગુનાઓમાં ફરજિયાત લઘુત્તમ સજા દાખલ કરવામાં આવી છે, 6 ગુનાઓમાં સજા તરીકે સમુદાય સેવાની જોગવાઈઓ છે અને 19 કલમો રદ કરવામાં આવી છે. જે ત્રણ નવા બિલ લોકસભામાં પસાર થયા તેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં અગાઉ હતી તે કરતાં કેટલીક કલમો ઉમેરવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતામાં કેટલીક કલમોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. મોબ લીચિંગ કેસમાં હવે મૃત્યુદંડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. હિટ એન્ડ રન કેસમાં પણ વાહન ચાલકને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ઉપલી કોર્ટમાં અપીલના મહત્વને ધ્યાને લઈ ત્રિસ્તરીય ન્યાય વ્યવસ્થામાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનને ફરજિયાત કરવામાં આવ્યું છે. જે અપીલ અંગેનો નિર્ણય કરશે. જેમાં પોલીસ કે પીડિતનો માત્ર અભિપ્રાય લેવામાં આવશે.જીલા તેમજ રાજ્યકક્ષાએ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન પ્રણાલી કામ કરશે. ફરિયાદી એટલે કે પીડિતને તપાસ અંગેની માહિતી પોલીસે 90 દિવસમાં આપવાની રહેશે.

ભારતીય ન્યાય સંહિતામાં મહિલા અને બાળકો સાથેના અન્યાયને પ્રાથમિકતા આપવામાં આવી છે બાદમાં શરીર સંબધિત ગુનાઓને આવરવામાં આવ્યા છે. હત્યાની કલમ 302 હવે 101 થશે, બળાત્કારની કલમ 375, 377 હતી જે હવે 63 અને 69 બળાત્કાર માટેની કલમ હશે. ગેંગ રેપમાં 20 વર્ષ કે આજીવન થશે, 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી બાળા પર બળાત્કાર માટે ફાંસી થશે, રાજદ્રોહની કલમ 124 પૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવી છે. રાજદ્રોહની જગ્યાએ દેશદ્રોહની કલમ 152 અમલમાં આવશે. શાસન સામે બોલવાનો અધિકાર રહેશે પણ દેશ સામે કોઈ બોલી શકશે નહીં. હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની સજા થશે, સારવાર માટે લઈ જશે તો સજા ઓછી થશે. સારવાર દરમિયાન મૃત્યુ પામનાર દર્દી માટે ડોક્ટર જવાબદાર રહેશે નહીં. મોબ લીંચિંગ માટે ફાંસી સૂધીની જોગવાઈ, ફરાર આરોપી 90 દિવસમાં હાજર નહીં થાય તો આરોપીની ગેર હાજરીમાં કેસ ચાલશે. પ્રથમવાર ગુનો કરનાર આરોપી 1/3 સજા ભારે છે તો તેને જામીન આપી દેવામાં આવશે, કેસ પૂર્ણ થયેથી 45 દિવસમાં ન્યાયાધીશે ચુકાદો આપવાનો રહેશે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular