Wednesday, October 1, 2025
HomeGeneralઆશ્ચર્યમ્ Amazonના પાર્સલમાં દારુ!- ઊનાના બુટલેગરે તો જબરું ભેજું દોડાવ્યું

આશ્ચર્યમ્ Amazonના પાર્સલમાં દારુ!- ઊનાના બુટલેગરે તો જબરું ભેજું દોડાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉના: ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગર અવનવી તકનિબ આપનાવતા હોય છે. જો કે ગુજરાતની બોર્ડર પર પોલીસની બાજ નજરથી આવા બુટલેગરો બચી શકતા નથી. સંઘ પ્રદેશ દીવ-દમણના નજીકના જિલ્લામાંથી અનેક વખત બુટલેગરો દારૂ લઈને આવતા ઝડપાતા હોય છે. ત્યારે આ વખતે બુટલેગરની તકનિબ જોઈએને પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ હતી. ભેજાબાજ બુટલેગરે અમેઝોનના પાર્સલમાં દારૂની બોટલ લઈને આવતા પોલીસ બુટલેગરની તકનિબથી ચોંકી ગઈ હતી.



ઉના પો.સ્ટે. વિસ્તારમાં પોલીસકર્મી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમ્યાન બાઇક પર એમેઝોનના પાર્સલ લઈને નીકળ્યો છે. બુટલેગર પોલીસના હાથે આવી જતાં તેની તલાસી લેતા પાર્સલ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ કુલ – ૨૧ બોટલ જેની કી.રૂ.૧૦૫૦/- મળી આવ્યો હતો. પોલીસે મો.સા, કી.રૂ.૨૦૦૦૦/- મળી કુલ રૂ.૨૧૦૫૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલો બુટલેગર દિનેશભાઇ મંગળાભાઇ સોંદરવા રહે.મોઠા તા.ઉનાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બુટલેગર સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular