નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ વિભાગે મંગળવારે નાણાકીય વર્ષ 2025-26 માટે ઈન્કમ ટેક્સ દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈથી વધારી 15 સપ્ટેમ્બર કરી દીધી છે. વિભાગ દ્વારા લોકોને આ અંગે માહિતી માધ્યમો જ નહીં પરંતુ સોશ્યલ મીડિયા દ્વારા પણ આપવામાં આવી છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખને લંબાવવાનો નિર્ણય કર્યો છે. જે 31 જુલાઈ 2025 સુધી દાખલ કરવાના હતા પરંતુ હવે 15 સપ્ટેમ્બર 2025 સુધી કરી દેવાઈ છે. આ વિસ્તાર ઈન્કમ ટેક્સ, સિસ્ટમ ડેવલપમેન્ટની જરૂરતો અને ટીડીએસ ક્રેડિટ રિફ્લેક્શનમાં મહત્વના સંશોધનોને કારણે વધુ સમય આપશે. આ તમામ માટે એક સહજ અને અધિક સટીક ફાઈલિંગ અનુભવ સુનિશ્ચિત કરે છે. ઔપચારિક અધિસૂચના બાદમાં આપવામાં આવશે.
પગારધારક કર્મચારીઓને પોતાના આવકને લગતા રિટર્ન દાખલ કરવા માટે 46 દિવસ વધુ મળશે. જો અંતિમ તારીખ સુધી રિટર્ન ભરવામાં આવતું નથી તો 5000 રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવશે. 31, જુલાઈ 2025ના રિટર્ન ફાઈલિંગમાં મોટાભાગે સામાન્ય શ્રેણીના કરદાતાઓ પર આ તારીખ લાગુ થાય છે. તેમાં મોટાભાગે પગાર પર કમાતા કર્મચારીઓ અને તે તમામ કરદાતાઓ શામેલ છે જેમના ખાતાઓનું ઓડિટ થવું જરૂરી નથી.








