નવજીવન ન્યૂઝ.રાજકોટ : Rajkot Drunk and Drive Case :ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂ પીને ફરતા અને અસામાજિક કાર્યો કરતા લોકોના સમાચાર નિયમિત રીતે આવે છે. આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) કહે છે કે અમે તો દારૂ (Liquor) અને ડ્રગ્સ (Drugs) પકડીએ છીએ તે માટે પોલીસની (Police) પ્રશંસા થવી જોઈએ. પોલીસ ડ્રગ્સ દારૂ અને દારૂડિયાને પકડે તે તેમનું કામ છે અને તે કામ પ્રસંશનીય રીતે કરે તે પણ સારી બાબત છે. પરંતુ જ્યારે બેફામ રીતે દારૂના કેસ સામે આવે ત્યારે સરકારના દારૂબંધીના દાવા પર સવાલ પણ પેદા કરે તે સ્વાભાવિક છે. આવી જ સ્થિતી રાજ્યભરમાં સામે આવે છે પરંતુ રાજકોટમાં (Rajkot) તો દારૂડિયાઓ જાણે હવે રસ્તા પર ઉતરી પડતા હોય તેમ જણાય છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા દારૂ પકડવા બાબતે કામગીરી કરવામાં આવે છે છતાં પણ દારૂના કેસ દરરોજ સામે આવે ત્યારે દારૂબંધીના કાયદા પર સવાલ પેદા થાય છે. વળી રાજકોટ શહેરમાં દારૂની રેલમછેલ અને અસામાજિક તત્વો દ્વારા થતા જાહેર ખેલ પણ સામે આવતા રહે છે. જેના કારણે શહેર પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં આવે છે. કારણ કે જો પોલીસ દારૂ પકડી જ લે છે તો આ દારૂપીને ખેલ કરતા લોકો દારૂ લાવે ક્યાંથી છે. એવામાં ગતરોજ રાજકોટ શહેર પોલીસના વિસ્તારમાં કુલ 21માંથી 8 ગુના દારૂના અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના નોંધાતા ચોંકી જવાઈ છે.
રાજકોટ પોલીસના ચોપડે 11 માર્ચની સાંજે 5 વાગ્યાથી 12 માર્ચના સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 21 ગુના નોંધાયેલા છે. જેમાં સૌથી વધારે દારૂ સબંધિત અને તેમાં પણ સૌથી વધારે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના ગુના સામે આવ્યા છે. જેના કારણે સાંજના સમયે રસ્તા પર જવું કે કેમ તે વિચારવા મજબૂરી આવી પડે છે. ત્યારે પોલીસે કરેલી કામગીરી પ્રસંશનીય છે પણ પુરતી હોય તેમ જણાતું નથી. કારણ કે રાજકોટ શહેરમાં જાહેરમાં દારૂડિયાના ખેલ સામાન્ય બનતા જઈ રહ્યા છે. આમ દારૂ અને દારૂડિયાઓના કારણે રાજકોટ શહેરના માર્ગો પરથી પસાર થવા બાબતે પણ શહેરીજનો ચિંતામાં જોવા મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદ શહેર બી.એમ.ડબલ્યુ. કાર ચાલકનો હિટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો હતો. આ કારમાંથી પણ પોલીસને કેફી પદાર્થો મળ્યા હતા ત્યારે હવે રાજકોટ પોલીસ પણ આવી હિટ એન્ડ રનની ઘટના થાય તે પહેલા જાગે તેવી લોક માગણી ઉઠી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








