આયર્ન ઓરના આંતરપ્રવાહે વૈશ્વિક કોમોડીટીના ડાયનેમિક્સ પણ બદલી નાખ્યા
એનએમડીસી આયર્ન ઓરના ભાવ નિર્ધારિત કરવાની નવી પદ્ધતિ વિચારી રહી છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરિકન ઉદ્યોગોના રક્ષણ કાજે ડોનાલ્ડ ટ્રમ્પએ ૪ જુનથી અમલમાં આવે તે રીતે સ્ટીલ અને એલ્યુમિનીયમની આયાત જકાત બમણી કરી નાખતા, જાગતિક વેપારમાં સંઘર્ષ વધશે. એવા અનુમાન પર, સિંગાપુર આયર્ન ઓર જુલાઈ વાયદો સોમવારે, ૮ મેની બોટમે ૯૪.૮૫ ડોલર પ્રતિ ટન બોલાયો હતો. એક તરફ બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયાથી શિપમેન્ટ વધી રહ્યા છે. બીજી તરફ ચીનમાં માંગ ધબી રહી હોવાથી આયર્ન ઓર વાયદો સતત છઠ્ઠા ટ્રેડીંગ સત્રમાં ઘટ્યો હતો. દુનિયાના વેપારનો આરીસો ગણાતા આયર્ન ઓરના આંતરપ્રવાહે વૈશ્વિક કોમોડીટીના તમામ ડાયનેમિક્સ પણ બદલી નાખ્યા હતા.
ચીનના દેલીયાન એક્સચેન્જ પર સપ્ટેમ્બર વાયદો ઘટીને ગત સપ્તાહે ૬૯૮ યુઆન પ્રતિ ટન બોલાયો હતો. ચીન તેનું સ્ટીલ ઉત્પાદન ઘટાડવાની યોજના વિચારી રહ્યું છે. ત્યારે કાચા સ્ટીલનું ઉત્પાદન આગામી વર્ષે ૯૬૮૦ લાખ ટન અનુમાનિત છે, જે આયર્ન ઓરના ભાવ પર વધારે ઘટવાનું દબાણ સર્જશે. વૈશ્વિક બજારમાં ભાવની ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, ત્યારે સરકારી કંપની નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આયર્ન ઓરના ભાવ નિર્ધારિત કરવાની નવી પદ્ધતિ વિચારી રહી છે. એનએમડીસી હાલમાં પોતાને ત્યાનો માલભરાવો, આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, અને સ્થાનિક બજારના આંતરપ્રવાહને આધારે માસિક ધોરણે ભાવ જાહેર કરે છે. આરંભિક પ્રયોગ કર્યા પછી, કપની આ નવી ભાવ પદ્ધતિ અમલમાં મુકશે.
૨૦૩૦ સુધીમાં ભારતની વાર્ષિક સરેરાશ ૩૫૦ લાખ ટન આયર્ન ઓર ઉત્પાદન ક્ષમતાને પહોચી વળવા સ્ટીલ મંત્રાલયે, સ્ટીલ ઓથીરીતી ઓફ ઈન્ડીયાને નવી યોજના ઘડી કાઢવા નિર્દેશ આપ્યા છે. ૨૦૨૪-૨૫મા સેઇલે ૩૩૭.૮ લાખ ટન આયર્ન ઓર ઉત્પાદન કર્યું હતું. દરમિયાન ઓસ્ટ્રેલીયા અને બ્રાઝીલથી આયર્ન ઓર નિકાસ ૧૦.૪ ટકાથી વધીને ૧૭.૪ ટકા થઇ હતી. બ્રાઝીલે ૧૯ સ્ટીલ ઉત્પાદક દેશો પર નિકાસ જકાત વધારીને ૨૫ ટકા કરી, તેથી વૈશ્વિક વેપાર વધુ ગુચવાયો છે. અલબત્ત, ચીને રાહત પેકેજ જાહેર કરીને ત્યાની સ્ટીલ મિલોના એપ્રિલ નફામાં વૃદ્ધિ દાખવી હતી. આ વર્ષે આયર્ન ઓરની ઓવર સપ્લાય ૫૦૦ લાખ ટનથી ઘટીને ૨૦૦થી ૩૦૦ લાખ ટન રહી ગઈ છે.
ગત સપ્તાહે સિંગાપુરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ફેરસ વિક સંમેલનમાં મોટાભાગના એનાલિસ્ટો અને ટ્રેડરોએ કહ્યું હતું કે જગતભરમાં ટેરીફ ટેન્શન નિર્માણ થયું તે પહેલા, અનેક દેશોએ મોટાપાયે સ્ટીલ નિકાસ કરી નાખી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલીયામાં વાવાઝોડાને પગલે પુરવઠા વ્યવધાન ઉભું થયું હતું, પરિણામે અનાયસે મોટી માંગ નીકળી હતી.
આમ જોવા જઈએ તો એનાલિસ્ટો અને ટ્રેડરો ૭૫ અથવા ૮૦ ડોલરના ભાવ ઘટાડા ધ્યાને સોદા કરી રહ્યા છે. ચીનમાં કાચા સ્ટીલ ઉત્પાદનની નીતિમાં બદલાવ અને નબળા ફન્ડામેન્ટલ્સને ધ્યાને લેતા ગત સપ્તાહે ચીને આયાત કરેલા આયર્ન ઓરના ભાવ વેગથી ઘટી ગયા. સેન્ગ્ડોંગ, અહુઈ, ફૂજીઆન, અને અન્ય રાજ્યોમાં તો કાચા સ્ટીલ ઉત્પાદનોમાં લદાયેલા નિયંત્રણોનો અમલ થતા, કેટલીક મિલોએ વાર્ષિક ૧૦થી ૧૫ ટકા ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લઇ લીધો હતો. આને લીધે આયર્ન ઓરના ભાવ સીધા જ દબાણમાં આવી ગયા હતા. અલબત્ત, અમેરિકાએ ટેરીફ રાહત આપતા હજારમાં થોડી હળવાશ અનુભવાઈ હતી. આ તરફ ચીનના ઉદ્યોગો અત્યારે પરંપરાગત ઓફ સિઝનમાં પ્રવેશી ગયા છે, એ જોતા ભાવ વેગથી વધી જવાની શક્યતા પણ ઓછી છે. સ્પોટ માર્કેટમાં પીલ્બારા ફાઈનેસના સેન્ગ્ડોંગ પોર્ટ પર હાજર ભાવ સપ્તાહ દર સપ્તાહ ટન દીઠ ૨૯ યુઆન ઘટ્યા હતા.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796