Thursday, March 12, 2026
HomeGeneralઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર: ઘરેલું LPG સિલિન્ડર હવે 25 દિવસ બાદ જ બુક...

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર: ઘરેલું LPG સિલિન્ડર હવે 25 દિવસ બાદ જ બુક થશે, ડિલિવરીમાં વધશે સમય

- Advertisement -

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના LPG ગેસ સપ્લાય પર પણ જોવા મળી રહી છે. કોમર્શિયલ ગેસ સપ્લાયમાં વિક્ષેપ બાદ હવે ઘરેલું LPG સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

અગાઉ ઘણા વિસ્તારોમાં બુકિંગ કર્યા બાદ બે-ત્રણ દિવસમાં જ ગેસ સિલિન્ડર ડિલિવરી મળી જતી હતી. હવે નવા નિયમ મુજબ ઘરેલું LPG સિલિન્ડરનું રિફિલ બુકિંગ 25 દિવસ બાદ જ શક્ય બનશે, જેના કારણે ડિલિવરી માટે લગભગ મહિના જેટલો સમય લાગી શકે છે.

- Advertisement -

ગેસ સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં વધારો

તાજેતરમાં કેન્દ્ર સરકારે ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવવધારા અંગે સંકેત મળતા જ કેટલીક ગેસ એજન્સીઓએ એકાદ-બે દિવસ માટે ડિલિવરી રોકી દીધી હોવાનું પણ સામે આવ્યું છે.

આ દરમિયાન કેટલીક ગેસ એજન્સીઓએ જૂના ભાવ પર ખરીદેલા સિલિન્ડર પર નવા દર મુજબ વધારો લઈને વેચાણ કર્યું હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે.

- Advertisement -

આ પહેલાં 8 એપ્રિલ 2025ના રોજ પણ સરકાર દ્વારા ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ LPG સિલિન્ડરના દરોમાં પણ વધારો નોંધાયો છે.

યુદ્ધના કારણે પુરવઠા પર અસર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સપ્લાય પર અસર પડી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે LPGના ઉત્પાદન અને પુરવઠા વધારવા માટે ઇન્ડિયન ઓઇલ (IOC), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) જેવી ઓઇલ રિફાઇનરી કંપનીઓને સૂચના આપી છે.

- Advertisement -

સંગ્રહખોરી અટકાવવા પગલું

ગેસ સપ્લાયમાં સંભવિત અછત વચ્ચે સંગ્રહખોરી અટકાવવા માટે પણ સરકારે પગલાં લીધા છે. દરેક નાગરિકને નિયમિત રીતે LPG સિલિન્ડર મળી રહે તે માટે રિફિલ પિરિયડ વધારીને 25 દિવસનો કરવામાં આવ્યો છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular