નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે, ત્યારે આજે સવારે તેમણે ગુજરાત વિધાનસભાને સંબોધિત કરી હતી. આજ સુધી કોઈ રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભામાં સંબોધન આપ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ રાષ્ટ્રપતિ કોવિંદનું વિધાનસભામાં સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ રાષ્ટ્રપતિએ ગૃહમાં હજાર સભ્યોને સંબોધન આપ્યું હતું.
પોતાના સંબોધનમા રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યુ હતું કે, “આ વર્ષને આપણે આઝાદીના અમૃતોત્સવ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિધાનસભાને સંબોધન કરવાનો મને મોકો મળ્યો છે. આઝાદી સમયે ગુજરાતનું યોગદાન અત્યંત મહત્વનુ રહ્યું છે. સ્વતંત્ર ભારતની કલ્પના કરવામાં ગુજરાતનાં નેતાઓ અગ્રણી રહ્યા હતા. મને મહાત્મા ગાંધીની ધરતી ઉપર આવવાના અનેક અવસર પ્રાપ્ત થયા છે. મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વને શાંતિ અને અહિંસાનો પાઠ ભણાવ્યો છે. બારડોલી સત્યાગ્રહ અને દાંડીકૂચ વિશે વાત કરતી વખતે રાષ્ટ્રપતિએ સરદાર પટેલને યાદ કર્યા હતા અને કહ્યું કે તેમણે આઝાદીની લડાઈની સાથે રાષ્ટ્રનિર્માણ માટે પણ અપૂર્વ કામ કર્યું છે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “ગુજરાતમાં અનેક મંદિરોએ એકતાનું ઉયદાહરણ આપ્યું છે, તે ઉપરાંત ગુજરાત વિજ્ઞાન ક્ષેત્રમાં પણ અગ્રિમ રહ્યું છે. દેશના મહાન વૈજ્ઞાનિકો પૈકીનાં વિક્રમ સારાભાઇ અને હોમી ભાભા જેવા મહાન વૈજ્ઞાનિકો ગુજરાતે જ આપ્યા છે. ગુજરાતની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં છે. સોમનાથ પર હુમલા હોય કે કચ્છના ભૂકંપની ઘટના હોય, ગુજરાત પડકારો સામે લડીને ફરી ઊભું થયું છે. ગુજરાતે દેશને મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદી એમ બે વડાપ્રધાન આપ્યા છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.