Wednesday, October 8, 2025
HomeGujaratRajkotજસદણના એક ગામમાં અવાવરૂ જગ્યા પરથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ...

જસદણના એક ગામમાં અવાવરૂ જગ્યા પરથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ સર્જાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જસદણ: રાજકોટ જિલ્લાના જસણદ ખાતે આવેલા કાળાસર ગામની અવાવરૂ જગ્યા પર છેલ્લા ઘણા સમયથી કોહવાઈ ગયેલી હાલતમાં પડેલો માનવનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને જાનવરોએ ફાડી નાંખતા અત્ય્ંત દુર્ગધ આવતી હતી, આસપાસના ગ્રામજનોએ તપાસ કરતા હાડપિંજર હાલત મૃતદેહ પડ્યો હતો. જે પ્રાથમિક તબક્કે કોઈ મનુષ્યનો હોવાનું જાણવા મળતા ગ્રામજનોએ જસદણ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ જસદણ પોલીસ સાથે LCBની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબ્જે કરી કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણના કાળાસર ગામ ખાતે મનુષ્યનું મૃતદેહ મળી આવતા સમ્રગ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. થોડાક સમયથી આસપાસ રહેતા લોકોને અત્યંત દુર્ગધ આવતી હતી. જેથી ઘટનાસ્થળે જઈ તપાસ કરતા કોહવાયેલી હાલત હાજપિંજર સમાન બની ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે પ્રથામિક દૃષ્ટિએ કોઈ માનવીનું મૃતદેહ હોવાનું સામે આવતા ગ્રામજનોએ જસદણ પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસની ટીમ તેમજ રાજકોટ LCBની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને FSL માટે લેબોરેટરીમાં મોકલ્યો છે.

- Advertisement -

LCBએ આ મામલે પોલીસ સ્ટેશમાં કોઈ યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે કે નહીં, તે તમામ દિશામાં તપાસ હાથધરી છે. જોકે હાલ તો બિનવારસી હાલતમાં મળી આવેલા મૃતદેહ અંગે યુવકની હત્યા કરી તેના ટુકડા અવાવરૂ જગ્યા ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ દુર્ગંધ આવતા સમ્રગ મામલો સામે આવ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular