Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadએન્જીનિયરીંગ કોલેજોના આસિસ્ટન્ટ પ્રોફેસરોના વેતન મામલે સિંગલ જજના હુકમને હાઈકોર્ટની ખંડપીઠે ઠરાવ્યો...

એન્જીનિયરીંગ કોલેજોના આસિસ્ટન્ટ પ્રોફેસરોના વેતન મામલે સિંગલ જજના હુકમને હાઈકોર્ટની ખંડપીઠે ઠરાવ્યો રદબાતલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: એન્જીનિયરીંગ કોલેજોના કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરોને (Assistant professor) રેગ્યુલર અને એડહોક પ્રોફેસરની જેમ પે સ્કેલ તેમજ વાર્ષિક પગાર ધોરણ આપવા અંગે આસિસ્ટન્ટ પ્રોફેસરો દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અરજીની સુનાવણી કરતાં સિંગલ જજે આસિસ્ટન્ટ પ્રોફેસરોને પે સ્કેલ તથા વાર્ષિક પગાર ધોરણ મુજબ વેતન આપવા હુકમ કર્યો હતો. સિંગલ જજે કરેલા હુકમને હાઈકોર્ટની (Gujarat High Court) ખંડપીઠ સમક્ષ પડકારતા હાઈકોર્ટની ખંડપીઠે સિંઘલ જજના હુકમને રદબાતલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એન્જીનિયરીંગ કોલેજોના કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરોને રેગ્યુલર અને એડહોક પ્રોફેસરોની જેમ પે સ્કેલ અને વાર્ષિક પગાર ધોરણ તથા આનુષંગિક લાભો આપવા અંગેની અરજી સિંગલ જજે મંજૂર રાખી હતી. જેને લઈ સિંગલ જાજના હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજદાર આસિસ્ટન્ટ પ્રોફેસરો વતી એવી દલીલ કરવામાં આવી કે, અરજદારોની વર્ષ 2011 થી 2015 દરમિયાન રાજ્યની જુદીજુદી એન્જીનિયરીંગ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કરાર આધારિત નિમણૂંક આપવામાં આવી હતી. એટલે કે 11 મહિનાના સમયગાળા માટે નિમણૂંક થઈ હતી. જ્યાં સુધી GPSC સત્તાવાળાઓને નિયમિત ઉમેદવારો ન મળે ત્યાં સુધી કરાર આધારિત નિમણૂકમાં ઉમેદવારોને પે સ્કેલ, વાર્ષિક પગાર ધોરણ જેવા લાભો આપવામાં આવતા ન હતા અને તે મુજબ નોકરીમાં ચાલુ રાખવામા આવતા હતા.

- Advertisement -

જો કે સિંગલ જજે આસિસ્ટન્ટ પ્રોફેસરોને પે સ્કેલ, વાર્ષિક પગાર ધોરણ આપવા હુકમ કર્યો હતો. જેને પડકારવામાં આવેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટની ખંડપીઠે એવું અવલોકન કર્યું કે, સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડી શકે નહીં. જસ્ટીસ એન. વી. અંજારિયા અને જસ્ટીસ સી. એમ. રોયની ખંડપીઠે સ્પષ્ટ કરતાં કહ્યું કે, માત્ર પોસ્ટની સમાનતાનું નામકરણ હોય તેટલા માત્રથી સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડી શકે નહીં. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, કરાર આધારિત અને એડહોક કે રેગ્યુલર લેક્ચર્સની નિમણૂંક અથવા ઘણૂ બધી બાબતોનો તફાવત છે. આમ સિંગલ જજે કરેલા પે સ્કેલ તથા આનુષંગિક લાભો આપવાના સિંગલ જજના હુકમને હાઈકોર્ટની ખંડપીઠે રદબાતલ કર્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular