Sunday, November 2, 2025
HomeGeneralગુજરાતના પ્રથમ HM છે જેમણે હું કોન્સ્ટેબલ સાથે કર્યો સંવાદ, જાણો શું...

ગુજરાતના પ્રથમ HM છે જેમણે હું કોન્સ્ટેબલ સાથે કર્યો સંવાદ, જાણો શું થઈ વાતચીત

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. ગાંધીનગર): ગ્રેડ પે ના મુદ્દે આંદોલન કરનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણા સામે ફરજ મોકુફી સહિત અનેક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા જેના પરિણામ સ્વરૂપ નીલમ મકવાણા ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડ બાદ સાબરમતી સેન્ટ્રલ જેલથી આમરણાંત ઉપવાસનો પ્રારંભ કર્યો હતો. નવ દિવસના ઉપવાસ પછી સિનિયર અધિકારીઓની મધ્યસ્થીને કારણે નીલમે ઉપવાસનો અંત આણ્યો હતો, પરંતુ ત્યારબાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને નીલમ મકવાણા વચ્ચે સચિવાલય ખાતે એક બેઠક થઇ હતી. જેમાં હર્ષ સંઘવી ગુજરાતના એક લાખ પોલીસ જવાનો માટે ગુજરાત સરકાર સકારાત્મક ને તેવા નિર્દેશ આપ્યા હતા.



ગૃહરાજ્યમંત્રી સાથે મુલાકાત કરવા ગુજરાતના આઈપીએસ અધિકારીઓ પણ તલપાપડ હોય છે પરંતુ હર્ષ સંઘવીએ ગ્રેડ પેનું આંદોલન કરનાર પોલીસ કર્મચારીઓ સાથે ખુલ્લું મન રાખી તેમને મળવાનો નિર્ણય કર્યો હતો ગુજરાતના ગૃહ મંત્રી કોઈ પોલીસ કોન્સ્ટેબલને મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.



પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણા સચિવાલય ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી હતી પ્રારંભિક તબક્કામાં હર્ષ સંઘવી નીલમ મકવાણાના વ્યવહારને લઈ નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ તેમણે સ્વીકાર કર્યો હતો કે ગુજરાતનો એક એક પોલીસ જવાન ગુજરાત સરકાર માટે મહત્વનો છે. કોઈ પણ પોલીસ જવાન દુઃખી હોય તે સરકારને મંજૂર નથી.

હર્ષ સંઘવી ગ્રેડ પે આંદોલન મુદ્દે નીલમ મકવાણાને જણાવ્યું કે આ મામલે ગૃહ વિભાગ પોતાની કાર્યવાહી કરી રહ્યો છે પ્રશ્ન માત્ર સમયનો છે. સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે. આ મામલે સરકાર ખુલ્લા મનની છે. નીલમ મકવાણાને પૂછતા તેમણે જણાવ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની મુલાકાત ખુલ્લા મનની અને હકારાત્મક રહી હતી મને ભરોસો છે કે ગુજરાત પોલીસના સીનિયર અધિકારી ઓ હર્ષ સંઘવી અને ગુજરાત સરકાર સામાન્ય પોલીસ જનના પ્રત્યેક દિવસની ચિંતા કરશે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular