નવજીવન ન્યૂઝ. વલસાડ: વલસાડમાં મુંબઈ હાઇવે ઉપર એક હોટલના પાર્કિંગમાં રહેલી કાર સળગી ઉઠી હતી. વલસાડ નજીક જે કારમાં આગ લાગી તેમાં એક અસામન્ય વાત તેવી હતી કે આ કારમાં ત્રણ મુસાફરો સૂઈ રહ્યા હતા અને તેમણે કારમાં આગ લાગી હોવાની ખબર પણ પડી ન હતી. રસ્તા પરથી પસાર થતાં અન્ય રહદારીએ જોયું કે કારમાં આગ લાગી છે ત્યારે તેણે જઈને કારમાં સૂતેલા ત્રણ વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા અને આ અકસ્માતમાં તેમને બચાવી શકાયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ એક પરિવાર દિલ્હીથી મુંબઈ કાર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન વલસાડ હાઇવે ઉપર પારનેરા સુગર ફેકટરીની નજીક આવેલી એક હોટલના કાર પાર્ક કરીને ઊભા હતા. તે દરમિયાન પાર્કિંગમાં કાર ઊભી રાખીને પરિવારના ત્રણ સભ્યો કાર ચાલુ રાખીને અંદર સૂઈ ગયા હતા. આ સમયે અચાનક કારના એન્જિનમાં આગ લાગી ગઈ હતી, જેની કારમાં સૂઈ રહેલા વ્યક્તિઓને ખબર પડી ન હતી. રસ્તા પસાર થઈ રહેલા વાહનો પૈકીના એક રાહદારીએ જોયું કે કારમાં આગ લાગી છે, એટલે તેણે જઈને જોયું તો કારમાં કેટલાક લોકો સૂઈ રહ્યા હતા. તેણે કારમાં સૂતેલા સભ્યોને જગાડ્યા અને તાત્કાલિક કારની બહાર કાઢ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના સ્થળે આવ્યા બાદ ફાયરબ્રિગેડ દ્વારા આગ લાગેલી કાર ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પ્રાથમિક જાણકારી મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારની સાથે કારમાં રહેલા કપડાં સહિત બધુ બળીને ખાખ થઈ ગયું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











