Sunday, November 9, 2025
HomeGujaratAhmedabadઠગાઈના બાદશાહ કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, વાંચો ક્યાંથી ઝડપાઈ માલિની…

ઠગાઈના બાદશાહ કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, વાંચો ક્યાંથી ઝડપાઈ માલિની…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Thug Kiran Patel News: પ્રધાનમંત્રીના અધિકારી (Fake PMO Officer) તરીકેની ઓળખ આપી કાશ્મીરમાં Z+ સુરક્ષા કવચ લઈ ફરતો ઝડપાયેલા મહાઠગ કિરણ પટેલની પત્નીની (Thug Kiran Patel Wife) ધરપકડ કરવામાં આવી છે. માહિતી મળી રહી છે કે ઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને (Malini Patel) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) જંબુસર નજીકથી ઝડપી પાડી છે. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે માલિની પટેલ પોલીસથી છુપાઈ જંબુસરમાં સબંધીના ત્યાં રહે છે. જે માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા માલિની પટેલ પોલીસના હાથ લાગી હતી.

ઘટનાની વિગત એવી છે અમદાવાદનો કિરણ પટેલ કાશ્મિરમાં ઝેડ પ્લસ સુરક્ષા લઈ ફરતો હતો. તે પોતાની ઓળખ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારી તરીકે આપી અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓને પણ છેતરતો હતો. પરંતુ જ્યારે ત્રીજી વખત તે કાશ્મિર ગયો ત્યારે તેનો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે કિરણ પટેલની ધરપકડ કરી હતી. જે મામલે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના પી.આર.ઓ. હિતેશ પંડ્યાનો પુત્ર અમિત પંડ્યા પણ પોલીસ સકંજામાં છે. આ કાર્યવાહી ચાલી રહી હતી દરમિયાન કિરણ પટેલની છેતરપિંડીના કિસ્સાઓ સામે આવવા લાગ્યા હતા. જેમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ તેનો બંગલો કિરણ પટેલ અને તેની પત્નીએ પચાવી પાડવાની કોશીશ કરી હોવાની ફરિયાદ કરી હતી.

- Advertisement -

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જગદીશ ચાવડાનો શીલજ સ્થિત બંગલો પડવી લેવાના કારસો ઘડવા સબબ કિરણ અને તેની પત્ની માલિની પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાશ્મિર પોલીસ પાસેથી અમદાવાદના ગુનાની તપાસ માટે કિરણ પટેલનો કબ્જો મેળવવા માટે પણ તૈયારીઓ શરૂ કરી હતી. પરંતુ આ કાર્યવાહી દરમિયાન તેની પત્ની માલિની પટેલ ફરાર થઈ ગઈ હતી. પોલીસે ફરાર માલિનીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, માલિની જંબુસર ખાતે પોતાના સબંધીને ત્યાં છુપાઈને રહે છે. માહિતી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જંબુસર ખાતે દરોડો કર્યો હતો અને માલિની પટેલને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે માલિની પટેલ અને કિરણ પટેલે મળી જગદીશ ચાવડાનો બંગલો વેચવા માટે રિનોવેશનનું કામ રાખ્યું હતું. બાદમાં તેમણે પોતાના નામની પ્લેટ બંગલા બહાર લગાવી ઘરમાં વાસ્તૂ પૂજન પણ કરાવ્યું હતું. જેની માહિતી મળતા બંગલાના માલિક જગદીશ ચાવડાએ કામ અટકાવી દેવા જણાવ્યું હતું. ત્યારે પટેલ દંપત્તિએ કહ્યું હતું કે અદાણી કંપનીનું મોટું પેમેન્ટ આવશે એટલે તમને પૈસા ચૂકવી આપીશું અમારે જ આ બંગલો ખરીદવો છે. પરંતુ જગદીશ ચાવડાને શંકા જતા તેઓ આ બંગલામાં રહેવા આવી ગયા હતા. પરંતુ બાદમાં તેમને અમદાવાદની કોર્ટ તરફથી નોટિસ મળી હતી જેમાં કિરણ પટેલે તેના બંગલા પર દાવો કર્યાની વાત હતી. આમ જગદીશ પટેલનો બંગલો પચાવી પાડવા માટે કિરણ પટેલ અને માલિની પટેલે કારસો ઘડ્યો હોવાનો આરોપ લગાવી જગદીશ પટેલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી.

TAG: Ahmedabad Crime Branch, Gujarat Thug Kiran Patel, Malini Patel, Jagdish Chavda bungalow Case

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular