Monday, October 13, 2025
HomeGeneralનિર્લિપ્ત રાય એક્શનમાં: સટ્ટો કે દારૂ-જુગારની માહિતી આપવા સ્ટેટ મોનીટરીંગ સેલે જાહેર...

નિર્લિપ્ત રાય એક્શનમાં: સટ્ટો કે દારૂ-જુગારની માહિતી આપવા સ્ટેટ મોનીટરીંગ સેલે જાહેર કર્યો નંબર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજ્યમાં દારૂ-જુગાર સહિતના ગેરકાયદેસરના કાર્યો મામલે પોલીસ પર સતત આક્ષેપ થતા રહ્યા છે. ત્યારે હવે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે IPS નિર્લિપ્ત રાયની નિમણૂક થતા આ ગોરખધંધા અંકુશમાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે આજરોજ નિર્લિપ્ત રાય એ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે ચાર્જ સંભળતા જ દારૂ-જુગાર પર સકંજો કસવાની શરૂઆત થઈ હોય તેમ જણાય છે. કારણ કે આજરોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક નંબર (9978934444) જાહેર કરી દારૂ-જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી આપવાનું જણાવાયું છે.



રાજ્યમાં દારૂની અને જુગારની બદી મામલે રાજકિય આક્ષેપો થતા રહ્યાં છે. પરંતુ નાગરિકો આ મુદ્દે સાર્થક કાર્યની વાટ જોતા હોય છે. વળી બુકીઓ એ હવે જુગાર તો ઓનલાઈન કરી નાખ્યો છે પરિણામે તેમને ગેરકાયદેસર ધંધો ખુબ વિકાસ પામ્યો છે. ત્યારે હવે નિર્લિપ્ત રાયની નિમણૂક સ્ટેટ મોનીટરીંગ સેલમાં થતાની સાથે જ લોકો ચર્ચા કરી રહ્યા હતા કે દારૂ-જુગારના ધંધાર્થીઓની કમ્મર તુટી જશે. અને ખરેખર નિર્લિપ્ત રાયના ચાર્જ સંભાળ્યાની સાથે જ તેમને આ ધંધાઓની જાણકારી આપવા માટે એક નંબર (9978934444) જાહેર કર્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જાહેર કરાયેલા નંબર 9978934444 પર નાગરિકો દારૂ-જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી આપી શકશે. આ નંબર જાહેર કરાતા રાજ્યના દરેક નાગરિકો સીધા જ સ્ટેટ મોનીટરીંગ સેલને સંપર્ક કરી ગેરકાયેદસર ધંધાની માહિતી આપી શકે છે. જેના કારણે સ્થાનિક કક્ષાએ વિહિવટ કરી વેપાર કરી લેવાની આશા રાખતા બેનંબરીયા લોકો ભીંસમાં મુકાયા છે, સાથે જ ભ્રષ્ટ કર્મચારીઓ પણ તેમની લીલા સંકેલવાની તૈયારી કરશે તેવી ચર્ચા લોકમુખે સાંભળવા મળે છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular