Sunday, November 2, 2025
HomeGeneralગુજરાત ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી, હાર્દિક પટેલ વિશે શું...

ગુજરાત ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી, હાર્દિક પટેલ વિશે શું કહ્યું જાણો

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટિલે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓએ પોતાની આ મુલાકાત દરમિયાન રાજપીપળા ખાતે ડો.દર્શના દેશમુખ ભગત અને તેમના પરિવાર દ્વારા શરૂ કરાયેલ દિવ્ય યોગી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. તેમની સાથે ભાજપ સાંસદ મનસુખ વસાવા, નર્મદા જીલ્લા ભાજપ અઘ્યક્ષ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, નર્મદા જિલ્લા ભાજપ પ્રભારી સતીશ પટેલ, રાજપીપળા શહેર ભાજપ અધ્યક્ષ રમણસિંહ રાઠોડ, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ, ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવા, ડો.રવિ દેશમુખ, રાજપીપલા નગરપાલીકા પ્રમુખ કુલદીસિંહ ગોહિલ સહિત અન્ય આગેવાનો જોડાયા હતા.



સી.આર.પાટિલે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અઘ્યક્ષ ડો.પ્રશાંત કોરાટની આગેવાનીમાં રાજપીપળા આવી પહોંચેલી ભવ્ય વિશાળ બાઈક રેલીનું આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. દેશને આઝાદી માટે દેશની સરહદ પર જે વીર સહીદોએ વીરગતિ પ્રાપ્ત કરી છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

સી.આર.પાટિલે હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે આ અંતરિયાળ વિસ્તારમાં મેડિકલ સુવિધાઓની જોઈએ એટલી વ્યવસ્થા નથી ત્યારે ડો.દેશનાબેન દેશમુખનું આ નવું સાહસ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. હાર્દિક પટેલના ભાજપ પ્રત્યેના કુણાં વલણ મુદ્દે સી.આર.પાટિલે જણાવ્યું હતું કે જ્યારે આખો દેશ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થયો હોય ત્યારે હાર્દિક પટેલ સિવાયના કોંગ્રેસનાં ઘણા નેતાઓ પણ પ્રભાવિત હશે જ. આ તો હાર્દિક પટેલે જાહેરમાં બોલવાની હિંમત કરી છે એ સારી બાબત કહેવાય. આમ આ નિવેદન સી.આર.પાટીલે હાર્દિક પટેલના ભાજપ પ્રવેશનો આડકતરો ઇશારો કર્યો છે એમ લાગી રહ્યું છે.



દિવ્ય યોગી હોસ્પિટલના એક રૂમમાં સી.આર.પાટીલની બંધ બારણે બેઠક
સી.આર.પાટીલે ભાજપ સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ પટેલ, નર્મદા કલેકટર ડી. એ.શાહ, નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સાથે દિવ્ય યોગી હોસ્પિટલના એક રૂમમાં બંધ બારણે 15 મિનિટ બેઠક કરી હતી. એ બેઠક વિધાનસભા ચુંટણીને સંબંધિત છે કે પછી જિલ્લામાં ભાજપની સ્થિતિનો તાગ મેળવવાની હશે એ મુદ્દે અનેક ચર્ચાઓ થઈ રહી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular