નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતનાં રાજકારણ માટે મોટા સમચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીઓની તૈયારીઓમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દરેક પક્ષ પોતાનું પૂરતું જોર લગાવી રહ્યા છે, એવામાં દાયકાઓથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ આ વખતે નવી રણનીતિ ઘડી રહી હોય તેવી માહિતી સામે આવી રહી છે. ગઈ કાલે અમદાવાદમાં 500 જેટલા વ્યક્તિઓ સર્વે કરવા માટે પહોંચી ગયા છે.
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રવેશ બાદ ચૂંટણીઓ રસપ્રદ રહેશે તેવું લોકો માની રહ્યા છે, પરંતુ કેટલાક જાણકારોનું કહેવું છે કે જ્યારે જ્યારે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થયો છે ત્યારે હંમેશા સત્તા પક્ષને જ ફાયદો થયો છે, જેના કારણે કોંગ્રેસ માની રહી છે કે આપના કારણે તેમણે ચૂંટણીમાં નુકશાન થઈ શકે છે. આ નુકશાનને ઘટાડવા માટેનો સર્વે કરવા માટે અમદાવાદમા 500 જેટલા માણસોની ટિમ ઉતારવામાં આવી છે, આ જંગી ટિમ બીજા કોઈએ નહીં પણ જાણીતા રણનીતિકાર પ્રશાંત કિશોર દ્વારા મોકલવામાં આવી છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુશાર આ ટિમ માટે અમદાવાદમાં એક વિસ્તારમાં રહેવા માટે ભાડા ઉપર મકાન પણ રાખવામા આવ્યું છે, આ ટિમ ગુપચુપ રીતે કોંગ્રેસ માટે સર્વે કરવાનું કામ કરશે અને જ્યારે રિપોર્ટ તૈયાર થઈ જશે ત્યારે તે પ્રશાંત કિશોરને આપશે.
પ્રશાંત કિશોર દ્વારા આવી કોઈ ટિમ ગુજરાત મોકલવામાં આવી છે તે અંગે ગુજરાત કોંગ્રેસનાં પણ કોઈ નેતાને જાણકારી નથી. આ ટિમ ગુજરાત કોંગ્રેસનાં કોઈ પણ નેતાને મળ્યા વગર જ ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટ તૈયાર કરીને પ્રાશન કિશોરને સુપ્રત કરશે. જેના ઉપરથી અનુમાન લગાવી શકાય કે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસ માટે ચૂંટણીની રણનીતિ ઘડી શકે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.