Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadપોલીસ વિભાગમાં 22 હજાર જગ્યા ખાલી ગુજરાત સરકારનો હાઈકોર્ટમાં જવાબ

પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યા ખાલી ગુજરાત સરકારનો હાઈકોર્ટમાં જવાબ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: gujarat police recruitment news 2023: ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) આજે પોલીસને લગતી (Police Department) બાબતોને લઈ સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટના આકરા વલણ બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એફિડેવિડ દાખલ કરી હતી, જેમાં રાજ્ય સરકારે (Government Of Gujarat) કેટલીક કડવી વાસ્તવિકતાનું સ્વીકાર કર્યું હતું. તેમજ ચાલુ વર્ષે 7 હજાર ભરતી (Gujarat Police Recruitment 2023) કરવાનું સોગંદનામું દાખલ કર્યું હતું.

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં કુલ 96,194 જગ્યા માંથી 21.3 ટકા જેટલી જગ્યા ખાલી હોવાનું સોગંદનામામાં સ્વીકાર્યુ હતું. જેમાં 96,194 જગ્યા સામે 73 હજાર જેટલા જ પદો પર ભરતી કરવામાં આવી છે. હજુ પણ પોલીસ વિભાગમાં 22 હજાર જેટલી જગ્યાઓ ખાલી પડી છે. તેમજ સ્ટેટ રિર્ઝવ ફોર્સ (SRP)ની હજુ પણ 4 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. તેવા આંકાડાઓ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યા હતા. તદ્ ઉપરાંત આગામી દિવસોમાં 7 હજાર જગ્યા પર ભરતી કરવામાં આવશે, તે અંગે હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યુ છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે તમામ રાજ્યની હાઈકોર્ટને આદેશ આપ્યો હતો કે, જે પણ રાજ્યમાં પોલીસની લાગતી બાબતો હોય તેમાં પોતે હાઈકોર્ટ સુઓમોટો અરજી દાખલ કરી જે તે મુદ્દાઓના નિરાકરણ લાવવા નિર્દેશ આપ્યા છે. ત્યાર બાદ હાઇકોર્ટ રાજ્ય સરકારના કાન આમળ્યા હતા, પોલીસ વિભાગમાં ખાલી જગ્યાને લઈ જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યા હતા. ત્યાર બાદ આજે થયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કરી હતી.

TAG: Gujarat Police recruitment news 2023, Gujarat Police posts vacant

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular