નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ગુરુવારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કડવાશ જોવા મળી હતી. અહીંયા પ્રવાસન વિભાગમાં મંજુર મહેકમ અંગે તીખા પ્રહારો શરૂ થયા હતા. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમના મંજુર મહેકમ અંગે વિપક્ષ દ્વારા પ્રશ્ન કરાયો હતો. કોંગ્રેસે આરોપ મુક્યા હતા કે, આખુ પ્રવાસન નિગમ આ નિગમમાં છેલ્લા બે વર્ષથી અલગ અલગ સંવર્ગની મંજુર થયેલી 201 જગ્યાઓ પૈકી ફક્ત 154 જ જગ્યાઓ હજુ કેમ ભરવાની બાકી છે તેવા સવાલ કોંગ્રેસ દ્વારા કરાયા હતા.
આખું પ્રવાસન નિગમ આઉટસોર્સિંગના ભરોસે છે, હજુ કેમ જગ્યાઓ ભરવાની બાકી છે. અહિયા પટાવાળા કાયમી અને અધિકારીઓ આઉટસોર્સિંગના ભરોસે છે. અધિકારીઓ આઉટસોર્સિંગથી છૂટક પગાર મેળવી રહ્યા છે. 40 જગ્યા કાયમી ભરી છે.
આના જવાબમાં મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, મહામારીમાં મહેકમ ભરવાની કામગીરીમાં વિક્ષેપ પડ્યો, અમારા વિભાગ દ્વારા હાલ ભરતી પ્રક્રિયાની કામગીરી ગતિમાં છે. કોંગ્રેસના શૈલેષ પરમારે કહ્યું કે, તમારા ઉત્તરમાં તમે કોરોનાનું નામ આગળ ધરી દો છો.
![]() |
![]() |
![]() |