તુષાર બસિયા / દેવલ જાદવ (નવજીવન. રાજકોટ): ગુજરાત જુગારધારા હળવી કલમો અને જામીન લાયક ગુનો ઓનલાઈન સટ્ટો રમાડતા બુકીઓ માટે સ્વર્ગ બન્યું છે. ત્યારે પોલીસની ટેકનિકલ તપાસ ચાલુ રાખવાની ભાવના પણ બુકીઓને આકર્ષી રહી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગત તારીખ 12 મેના રોજ ઓનલાઈન સટ્ટો રમાડતા શાહનવાઝ અબુબકર ચાનીયા, સાજીદ હનિફભાઈ ચાનીયા, મકબુલ નિઝામભાઈ ચાનીયા અને તેમનું આઈડી Ledgerbook2023 હાથ લાગ્યા હતા.
આરોપી જુગાર રમતા હતા કે રમાડતા હતા તે સવાલ પુછતા ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. વાય.બી. જાડેજા જણાવે છે કે રમાડતા હતા. ત્યારે સવાલ એ પેદા થાય છે કે જો આઈડી હાથ લાગ્યું તો પંટર કેમ ન ઝડપી શકાય. ઉપરોક્ત ફરિયાદના આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને જે આઈડી મળ્યું તે માસ્ટર આઈડી હોય બુકી પાસે જુગાર રમતા પંટરો નામ હોય તેવું સુત્રો પાસેથી જાણવા મળે છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વાય.બી. જાડેજા સાથે વાત કરતા તેઓ તપાસ ચાલુ હોવાનું જણાવે છે.
ડેટા બેકઅપ લીધું ?
મોટાભાગે ઓનલાઈન જુગારના આઈડી પોલીસ આરોપી ઝડપે તેની જાણ થતા જ ઉપર બેઠેલા બુકીઓ દ્વારા બંધ કરી દેવામાં આવતા હોય છે. જેના કારણે ક્રાઈમ બ્રાન્ચે LedgerBook2023 આઈડીનું બેકઅપ અથવા ડેટા લીધો કે કેમ તે સવાલના જવાબમાં તેઓનો જવાબ “ના”માં મળે છે.
ફૂટપ્રિન્ટથી ભારેખમ તપાસ થશે ?
ઉપરોક્ત આઈડીનું બેકએપ નથી મેળવ્યું અને આરોપી છુટી ગયા છે તો તપાસ કેમ થશે તે સવાલના જવાબમાં જાડેજા જણાવે છે કે, “ફૂટપ્રિન્ટ પરથી તપાસ કરીશું.” ત્યારે જોવું રહ્યું કે હાથમાં આવેલા આરોપી કે સોફ્ટવેરથી ફૂટપ્રિન્ટથી શું હકીકતો સામે આવશે?
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











