Saturday, November 1, 2025
HomeGeneralગુજરાતઃ મંત્રી પુત્ર બળવંત ખાબડ અને TDOની ધરપકડ, બીજો પુત્ર કિરણ ભૂગર્ભમાં

ગુજરાતઃ મંત્રી પુત્ર બળવંત ખાબડ અને TDOની ધરપકડ, બીજો પુત્ર કિરણ ભૂગર્ભમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ.છોટા ઉદેપુરઃ છોટા ઉદેપુરમાં (Chhota Udaipur) ભાજપના જ નેતાના પુત્ર જ સરકારને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી હતી. તે મામલો પોલીસ સ્ટેશન સુઘી પણ પહોંચ્યો અને હવે કૃષિ અને પંચાયત વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો ધરાવતા બચુ ખાબડના પુત્ર ની ધકરકડ થઈ છે. સામાન્યતઃ નેતાના વ્હાલાઓના કોલર પર પણ પોલીસ હાથ નાખી શકે નહીં તેવી લોકોમાં માન્યતા બેઠી છે, પણ અહીં આ ઘટના તેનાથી અલગ છે. જોકે આગામી દિવસોમાં મંત્રી પુત્ર સામે કયા પ્રકારની અને કેટલી સખ્ત કાર્યવાહી થાય છે એટલું જ નહીં કેટલી જલદી થાય છે તે પણ જોવું રહ્યું. લોકોની પોલીસ અને કાયદાને લગતી માન્યતાઓ સાચી ઠરે છે, કે આ મામલામાં લોકો માટે કોઈ ખરો દાખલો બેસી જાય છે.

વર્ષ 2021થી ચાલી રહ્યું હતું કૌભાંડ

- Advertisement -

દાહોદમાં (Dahod) કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની છેલ્લા લાંબા દિવસથી ચર્ચાઓ ચાલી હતી અને ચર્ચામાં સરકારના મંત્રીના દીકરાઓનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. આ કૌભાંડ અંદાજે 71 કરોડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે તપાસ દરમિયાન શું હકીકત બહાર આવે છે તે આગામી સમયમાં જાણી શકાશે. આ મામલો પોલીસ સ્ટેશનએ પહોંચતા હવે ધરપકડનો દૌર શરૂ થયો છે. હવે દાહોદના આ મનરેગા કૌભાંડ (MGNREGA Scam) મામલે રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડને લઈ પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા ડીઆરડી નિયામક દ્વારા 35 એજન્સી સામે રૂ. 71 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં તેમનો ટેકેદાર એક તત્કાલીન ટીડીઓ પણ હોવાનું ખુલ્યું છે. જે મામલે આજે પોલીસે બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે. જ્યારે કિરણ ખાબડની શોધખોળ ચાલુ છે. નરેગાના વર્ષ 2021થી 2025 વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. રૂપિયા 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરી હતી.

25 જુદી-જુદી એજન્સીઓથી ખેલ રચ્યો

આ સમગ્ર મામલામાં જુદી-જુદી 35 એજન્સીઓ સામે આવી છે અને તેની સામે પણ ફરિયાદ દાખલ કરાઇ હતી. જેમાં દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે. દાહોદ જિલ્લામાં બચુ ખાબડનો દીકરો બળવંત ખાબડ શ્રી રાજ કન્સ્ટ્રક્શન તથા બીજો દીકરો કિરણ ખાબડ શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સી ચલાવે છે, જેમાં કિરણ ખાબડની એજન્સી દેવગઢ બારિયામાં, જ્યારે બળવંત ખાબડની એજન્સી ધાનપુર તાલુકાનાં ગામડાંમાં છે. તેણે દાહોદના વિવિધ ગામડામાં વિકાસનાં કામ કરવાના નામે કોન્ટ્રેક્ટ મળતા રહ્યા છે. ઘણી જગ્યાએ એકપણ કાંકરો જમીન પર નાખ્યા વગર જ રોડ બની ગયાના બિલ પાસ કરાવી દેવામાં આવ્યાં છે. ખરેખરમાં જોવા જાઓ ત્યારે અહીં તો માત્ર ધૂળ જ છે અને બિલ પાસ થયા છે પાકા રોડના. મનરેગાના રૂ. 71 કરોડના કૌભાંડ મામલે હવે 35 એજેન્સી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. 35 એજેન્સી પૈકી 1 એજન્સી બળવંત ખાબડની પણ હતી. તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે. હાલ તો સરકારના મંત્રીના એક પુત્રની ઘરપકડ કરાઈ છે તો બીજો પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તો આ છે આપણા રાજ્યની સ્થિતી જે સરકારમાં મંત્રી થઈને બેઠા છે તેમના દિકરાઓએ સરકારનું જ કરી નાખ્યું છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્ષમાં જણાવજો, નમસ્કાર

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular