નવજીવન ન્યૂઝ,અમદાવાદ : મહિનાઓથી જેની રાહ જોવા રહી હતી તેનો અંત આવ્યો છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે ડીજીપીથી લઈને એસપી સુધીના 37 IPS અધિકારીઓની બદલી અને નિમણૂકના હુકમ કર્યા છે. છ મહિનાથી નિમણૂકની રાહ જોઈ રહેલાં વર્ષ 2011 બેચના આઈપીએસ અધિકારીઓ બદલીઓના હુકમથી ખુશ છે. ડીજીપી શમશેરસિંઘથી લઈને એસપી મયૂર પાટીલ સુધીના અધિકારીઓને ક્યાં નિમણૂક અપાઈ તે જાણો ?
ડેપ્યુટેશનથી પરત આવેલા અને નિમણૂકની રાહમાં બેસેલા શમશેરસિંઘને ડીરેક્ટર સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડમાં નિમણૂક આપી છે. રાજકોટ રેન્જના આઈજી અશોક યાદવને આઈબી ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. આઈજીપી એડમન ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનિટરિંગ સેલનો વધારોનો હવાલો સોંપાયો છે. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારને સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવે ગાંધીનગર ખાતે મુકાયા છે.
સુરત શહેરના સયુંક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જની ખાલી પડેલી જગ્યાએ મુક્યા છે. જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયાને વડોદરા સેક્ટર-2, ક્રાઈમ અને L&O તરીકે મુક્યા છે. એસીબીના એડી. ડાયરેક્ટર બિપિન આહીરેને સાયબર સેન્ટર ફૉર એક્સેલન્સ આઈજી તરીકે મુક્યા છે. કોસ્ટલ સિક્યુરિટીના આઈજી પી. એલ. માલને એસીબી ડાયરેક્ટર બનાવાયા છે. અમદાવાદ ટ્રાફિકના જેસીપી એન. એન. ચૌધરીની ગાંધીનગર આઈબી ખાતે બદલી કરાઈ છે. જેલોના આઈજી એ. જી. ચૌહાણને અમદાવાદ શહેર ટ્રાફિકના જેસીપી બનાવાયા છે. પંચમહાલ-ગોધરા રેન્જના આઈજી આર. વી. અસારીને ભાવનગર રેન્જમાં મુકાયા છે.
સુરત સેક્ટર-2ના જેસીપી કે. એન. ડામોરની સીઆઈડી ક્રાઈમ ખાતે બદલી કરાઈ છે. એસીબીના જોઈન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણની કાયદો અને વ્યવસ્થા ખાતે થઈ છે. સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવેના આઈજી પરિક્ષીતા રાઠોડની નવી બનેલી બનાસકાંઠા રેન્જમાં થઈ છે. અમદાવાદ વિશેષ શાખાના એડી.સીપી વિધિ ચૌધરીને પંચમહાલ-ગોધરા રેન્જમાં મુક્યા છે. હથિયાર એકમના ડીઆઈજી વિશાલકુમાર વાઘેલાને સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવાની સાથે-સાતે પોલીસ ભરતીનો વધારોને હવાલો સોંપાયો છે. વડોદરા ક્રાઈમ એન્ડ L&Oના એડી.સીપી લીના પાટીલને કરાઈ પોલીસ એકેડમી ખાતે ખસેડાયા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જમાં મુક્યા છે. L&Oના ડીઆઈજી દીપકકુમાર મેઘાણીને એન્ટી કરપ્શન બ્યૂરો ખાતે નિમણૂક અપાઈ છે. રાજકોટ ક્રાઈમ, ટ્રાફિક અને એડમીનના મહેન્દ્ર બગરીયાને સુરત શહેર સેક્ટર-2 ખાતે મુક્યા છે. વડોદરા હથિયારી એકમનો વધારોનો હવાલો સંભાળતા રાજેન્દ્રસિંહ ચુડાસમાને જુનાગઢ રેન્જમાં મુક્યા છે.
નિમણૂકની પ્રતિક્ષામાં હતા આ અધિકારીઓ
નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં ડીઆઈજી હિતેશ જોયસરને આઈબી ગાંધીનગર ખાતે મુક્યા છે.
નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં તરૂણ દુગ્ગલને અમદાવાદ શહેર એડમિનિસ્ટ્રેશન ખાતે મુક્યા છે.
નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં ચૈતન્ય માંડલિકને રાજકોટના એડી.સીપી ક્રાઈમ, ટ્રાફિક અને વહીવટ તરીકે મુક્યા છે.
નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં સરોજ કુમારીને વડોદરા જેલ ડીઆઈજી તરીકે નિમણૂક આપી છે.
નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં આર. પી. બારોટને જેલ વિભાગમાં ડીઆઈજી તરીકે મુક્યા છે.
નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં જી. એ. પંડ્યાને રાજકોટ જેલના ડીઆઈજી તરીકે મુક્યા છે.
નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં આર. ટી. સુસરાને એડી.સીપી સ્પેશિયલ બ્રાંચ અમદાવાદમાં મુક્યા છે.
નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં સુધા એસ. પાંડે્યને વડોદરા હથિયારી એકમ ખાતે મુક્યા છે.
નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં સુજાતા મજમુદારને હથિયારી એકમ ગાંધીનગર ખાતે મુક્યા છે.
નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં એસપી મયુર પાટીલને અમદાવાદ શહેરના નવા ઝોન 8 ખાતે મુકાયા છે.
ગાંધીનગર આઈબીના ડીઆઈજી સુધીર દેસાઈને વડોદરા શહેરમાં સેક્ટર-1 અને ટ્રાફિકમાં બદલી કરી છે. ગર્વનરના એડીસી રહેલાં બલરામ મીણાને સુરત શહેર સેક્ટર-1 ખાતે બદલી કરાઈ છે. સુરત શહેર EOWના કરણરાજ વાઘેલાને સુરત શહેરના એડી.સીપી ક્રાઈમ બનાવાયા છે. મહેસાણા ONGC ના ડીઆઈજી એસ. વી. પરમારને સુરત શહેર ટ્રાફિક વિભાગના એડી.સીપી બનાવાયા છે. એસઆરપી ગ્રુપ-5ના ડીઆઈજી એ. એમ. મુનિયાને કોસ્ટલ સિક્યુરિટીના ડીઆઈજી બનાવાયા છે. સુરત શહેરના સેક્ટર-1ના સ્પે.સીપી વાબાંગ જમીરને નિમણૂકની પ્રતિક્ષામાં મુક્યા છે.
સીધુ અને સટ જાણો આખું લિસ્ટ
મુખ્ય અધિકારીઓની બદલી
- શમશેરસિંહ – ડિરેક્ટર, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ
- અશોક યાદવ – IB, ગાંધીનગર
- ગગનદીપ ગંભીર – IGP એડમિન સાથે સ્ટેટ મોનિટરિંગ સેલનો વધારાનો હવાલો
- ગૌતમ પરમાર – CID ક્રાઈમ એન્ડ રેલવે, ગાંધીનગર
- રાઘવેન્દ્ર વત્સ – IG, અમદાવાદ રેન્જ
- નિલેશ જાજડિયા – વડોદરા સેક્ટર-2 (ક્રાઈમ અને L&O)
- બિપિન આહીર – IG, Cyber Centre of Excellence
- પી. એલ. માલ – ડિરેક્ટર, ACB
- એન. એન. ચૌધરી – IB, ગાંધીનગર
- એ. જી. ચૌહાણ – JCP ટ્રાફિક, અમદાવાદ
- આર. વી. અસારી – IG, ભાવનગર રેન્જ
- કે. એન. ડામોર – CID ક્રાઈમ
અન્ય મહત્વની નિમણૂક
- મકરંદ ચૌહાણ – કાયદો અને વ્યવસ્થા વિભાગ
- પરિક્ષીતા રાઠોડ – નવી બનેલી બનાસકાંઠા રેન્જ
- વિધિ ચૌધરી – IG, પંચમહાલ-ગોધરા રેન્જ
- વિશાલકુમાર વાઘેલા – સ્ટેટ મોનિટરિંગ સેલ અને પોલીસ ભરતીનો વધારાનો હવાલો
- લીના પાટીલ – પોલીસ એકેડમી
- નિર્લિપ્ત રાય – રાજકોટ રેન્જ
- દીપકકુમાર મેઘાણી – એન્ટી કરપ્શન બ્યુરો
- મહેન્દ્ર બગરીયા – JCP, સુરત શહેર સેક્ટર-2
વેઈટિંગમાં રહેલા અધિકારીઓને નિમણૂક
મહિનાઓથી નિમણૂકની પ્રતિક્ષામાં રહેલા અધિકારીઓને પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
- હિતેશ જોયસર – IB, ગાંધીનગર
- તરુણ દુગ્ગલ – અમદાવાદ શહેર એડમિનિસ્ટ્રેશન
- ચૈતન્ય માંડલિક – ACP ક્રાઈમ, ટ્રાફિક અને વહીવટ, રાજકોટ
- સરોજ કુમારી – DIG, વડોદરા જેલ
- આર. પી. બારોટ – DIG, જેલ વિભાગ
- જી. એ. પંડ્યા – DIG, રાજકોટ જેલ
- આર. ટી. સુસારા – અમદાવાદ શહેર ઝોન 8 ખાતે મુકાયા
- સુધા એસ. પાંડે – વડોદરા હથિયારી એકમ
- સુજાતા મજમુદાર – હથિયારી એકમ, ગાંધીનગર
અન્ય ફેરફાર
- સુધીર દેસાઈ – વડોદરા શહેર સેક્ટર-1 અને ટ્રાફિક
- બલરામ મીણા – સુરત શહેર સેક્ટર-1
- કરણરાજ વાઘેલા – ACP ક્રાઈમ, સુરત શહેર
- એસ. વી. પરમાર – ACP ટ્રાફિક, સુરત શહેર
- એ. એમ. મુનિયા – DIG, કોસ્ટલ સિક્યુરિટી
- મયુર પાટીલ – SP, Cyber Security Excellence
- વાબાંગ જમીર – નિમણૂકની પ્રતિક્ષામાં મુકાયા








