Saturday, October 25, 2025
HomeGujaratAhmedabadનદીમાં છોડાતાં દૂષિત પાણી મુદ્દે હાઇકોર્ટ બની લાલઘૂમ

નદીમાં છોડાતાં દૂષિત પાણી મુદ્દે હાઇકોર્ટ બની લાલઘૂમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ભારતીય સંસ્કૃતિમાં નદીને લોકમાતા તરીકે પૂજવામાં આવે છે. પરંતુ કેટલાંક ઔધોગિક એકમો તેમજ કેમિકલ માફિયાઓ દ્ધારા લોકમાતાની હત્યા કરવામાં આવી રહી છે. ‘વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો’, ‘સ્વસ્છ ભારત સ્વસ્થ ભારત’ સહિતના જુદાં જુદાં સુંદર પ્રકારના શ્લોગનો પર તંત્ર દ્ઘારા ભાર મૂકાતો હોય છે. પણ નદીની શુદ્ઘિકરણની વાત આવે ત્યારે કોઇને રસ નથી તેવું દેખાઇ રહ્યું છે. કેટલાંક કેમિકલ માફિયાઓ બેફામ બની ગેરકાયદેસર રીતે નદીમાં પ્રદૂષિત પાણી (polluted water in river )ઠાલવી રહ્યાં છે અને પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યાં છે. જેની સામે GPCBની કામગીરી શંકાના દાયરા જોવા મળી રહી છે. સાબરમતી નદી (Sabarmati River) સહિત ગુજરાતની કુલ 12 નદીઓ પ્રદૂષિત હોવાનો તાજેતરમાં લોકસભાના ફ્લોર પર મૂકાયેલા રિપોર્ટમાં સામે આવ્યું હતું. હાઇકોર્ટના (Gujarat High Court) અવાર-નવાર ફટકાર બાદ પણ નિર્ભર GPCB તંત્ર કાર્યવાહીને લઇ આંખ આડાં કાન કરતો હોય તેવો આભાસ પર્યાવરણપ્રેમીઓ પણ કરી રહ્યાં છે.

નદીમાં છોડાતાં કેમિકલયુક્ત પાણીને લઇ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટ આકરા પાણીએ જોવા મળી રહી છે. વધુ એક નદીમાં પ્રદૂષણની બુમરાણ ઉઠતા હાઇકોર્ટે GPCB અને નગરપાલિકાનો ઉધડો લઇ સાંજ સુધી પ્રદૂષિત નદીઓ મુદ્દે જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષણ બાદ તલાલની હિરણ નદીમાં પુષ્કળ પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી છોડાતા નદી નાળામાં ફેરવાઇ છે અને પીવા લાયક પાણી ઝેરી બન્યું છે. જેને લઇ વધુ એક જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં થઇ છે. જેમાં કોર્ટે GPCBના કાન આમળતા રાજ્યસરકારને પણ કઠેડામાં ઉભા કર્યા છે, અને સાંજ સુધી જવાબ રજૂ કરવા આદેશ કર્યા છે. હિરણ નદીમાં ખેડૂતો, પશુપાલકો, ગામના લોકો સહિત, એશિયાટિક લાયન પણ આ પાણી પીતા હોય છે. જોકે પ્રદૂષિત પાણી પીવાથી માનવી સહિત પશું પક્ષીઓને જીવનું જોખમ ઉભુ થયું છે.

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન નગપાલિકાને જવાબ રજૂ કરવા આદશ કર્યા છે. હાઇકોર્ટે નારાજગી વ્યકત કરતા કહ્યું કે, “નગર પાલિકા તેમજ GPCB તંત્ર આ ગંભીર બાબતે મૌન કેમ છે”. હાઇકોર્ટે આકરી ટકોર કરતા કહ્યું કે, “આમાં જવાબ આપવો જોઇએ સમય નહીં”. હાઈકોર્ટે વધુ નોંધ્યુ કે, “સમય માંગીને તંત્રને કોઇ ગંભીરતા ન હોય તેવું વલણ દેખાઇ રહ્યું છે”. હાઇકોર્ટની આવર-નવાર નદી પ્રદૂષિત મામલે ઔધોગિક એકમો સામે કડક કાર્યવાહીના આદેશને પણ GPCB ઘોળીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ઔધોગિક એકમો વિકાસની આંધળી દોટના કારણે પર્યાવરણના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે અને GPCB તેમજ સ્થાનિક તંત્ર નદી ઠાલવતા પ્રદૂષણ મામલે મૂકપ્રક્ષેક બની સમ્રગ ઘટના નિહાળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના હાર્દસમા ગણાતી સાબરમતી નદી તેની આગવી ઓળખ પણ માનવામાં છે. પ્રદૂષણ મામલે આ નદીનો દેશમાં બીજો નંબર આવતા તમામ અમદાવાદીઓ માટે આ આઘાતજનક સમાચાર હતાં છતાં સાબરમતી નદીમાં હજુ પણ બિન્દાસ્ત કેમકિલયુક્ત પાણી છોડાઇ રહ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular