Sunday, November 2, 2025
HomeGeneralસાબરમતીમાં પ્રદુષણ મામલે હાઈકોર્ટ આકરી થઈઃ 'બસ હવે બહું થયું, કોઈને પણ...

સાબરમતીમાં પ્રદુષણ મામલે હાઈકોર્ટ આકરી થઈઃ ‘બસ હવે બહું થયું, કોઈને પણ પાણી છોડવાની મંજુરી નહીં અપાય’

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદની સાબરમતી નદીમાં થઈ રહેલા પ્રદુષણ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફરી એક વખત સુનાવણી દરમિયાન પ્રદુષણ ફેલાવતા એકમો સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, કોઈ અરજદાર કોર્ટમાં આવીને કહે કે મારું કનેક્શન કાપી નાખ્યું છે, જેથી બધાનું કનેક્શન કાપી નાખો એવુંનું વલણ ચલાવી લેવાય નહીં. કોર્ટે આ પ્રદુષણ મામલે ઘણા આદેશો કર્યા છે, હવે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (PCB)ની જવાબદારી છે કે ગુજરાતમાં પ્રદુષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરે.

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સાબહરમતી નદીમાં થતાં પ્રદુષણ મામલે સુનાવણી હાથ ધરી હતી. જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ વૈભવની ખંડપીઠ તેની સુનાવણી કરી રહી છે. જેમાં એક અરજી આવી હતી કે, અમદાવાદનાં ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી થઈ છે તે પ્રમાણે રાજ્યમાં પણ પ્રદુષણ ફેલાવે તેવા એકમોના કનેક્શન કાપી નાખવામાં આવે. જોકે હાઈકોર્ટે તે મામલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, કોઈ અરજદાર હાઈકોર્ટને કહે કે મારું કનેક્શન કાપી નખાયું છે એટલે બધાના કાપી નાખો, તેવું ના ચલાવી લેવાય. કોર્ટે હજારો કાગળના ઓર્ડર કર્યા છે જે આધારે પીસીબી ગુજરાતમાં અમલવારી કરાવે.

- Advertisement -

કોર્ટની કાર્યવાહી દરમિયાન ઔદ્યોગિક એકમના વકીલે વચ્ચે પોતાને સાંભવા સમય આપવામાં આવે તેવી માગ કરતાં કોર્ટે કહ્યું કે, હવે બહુ થયું જો પાણી છોડવાની અરજી હોય તો તે કોઈપણ હિસાબે મંજુર થવાની નથી, તેને ડિસમિસ કરશે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ તેમના આદેશને યોગ્ય માન્યો છે.

કોર્ટ મિત્રએ આ કાર્યવાહી વખતે કહ્યું કે, વરસાદી પાણીના નિકાલની લાઈનમાં પણ સાબરમતીમાં ઔદ્યોગીક પાણી છોડી દેવાય છે, જેના કારણે નદીમાં પ્રદુષણ વધે છે. કોર્પોરેશને કોર્ટને કહ્યું કે, શહેરમાં 970 કિમીની વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી છે જેમાં પ્રદુષણનું પ્રમાણ સૂચવે છે કે ગેરકાદે જોડાણો થયા છે, કોર્ટે કોર્પોરેશનને કહ્યું કે, કોંક્રીટ એક્શન પ્લાન વગર કશું પરિણામ જોવા મળશે નહીં. બધી મહેનત પાણીમાં જશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular