નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત સરકારના મંત્રી ગજેન્દ્ર સિંહ પરમાર સામે એક મહિલાએ મુકેલા આરોપો મામલે ગાંધીનગર પોલીસ દ્વારા હાઈકોર્ટમાં રિપોર્ટ રજુ કરાયો છે. પોલીસના રિપોર્ટમાં મહિલાની ફરિયાદને રાજકીય અદાવત રાખી બદલો લેવા માટે ખોટા આરોપ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
પોલીસે કોર્ટમાં રજુ કરેલા રિપોર્ટ મુજબ વાત કરીએ તો તેમાં જણાવ્યું છે કે, મહિલાને ભાજપ ટિકિટ આપતું ન હોવાને કારણે અંગત અદાવત રાખી મહિલાએ ખોટા આરોપ કર્યા છે. રિપોર્ટમાં પોલીસનું કહેવું છે કે મહિલા વ્યક્તિગત જીવન અંગે કેટલીક બાબતો મુકે છે જે બાબતે મહિલાના વકીલ તરફથી પોલીસના આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવાયો છે. કોર્ટે આગામી સૂનાવણી 15 જુને કરવાનો નિર્ણય કર્યો છે.
બાબત એવી છે કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે લગ્નની લાલચ આપી શરીર સંબંધ બનાવ્યાનો આરોપ કરતી અરજી ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જોકે મહિલાના આક્ષેપ ખોટા હોવાનો રિપોર્ટ પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરાયો છે. ધારાસભ્યને આ રિપોર્ટને કારણે રાહત મળી છે. મહિલાએ અગાઉ જીવન ટુંકાવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે આ ફરિયાદ જ્યારે સામે આવી ત્યારથી જ મહિલાની પરેશાનીઓ પણ વધી કારણ કે પોલીસ તો પહેલાથી જ ફરિયાદ લેતી ન હતી તેવો દાવો મહિલાએ કર્યો હતો અને તેના કારણે ગુજરાત હાઈકોર્ટમાં તેના દ્વારા અરજી કરવામાં આવી હતી અને હવે પોલીસે આપેલા રિપોર્ટને કારણે મહિલા શંકાના દાયરામાં આવે છે અને ધારાસભ્ય અને મંત્રી ગજેન્દ્ર પરમારને રાહત મળે છે. જોકે હવે હાઈકોર્ટ કેવું વલણ અપનાવે છે અને ન્યાયનું પલડું કોના પક્ષમાં નમાવે છે તે વધુ મહત્વનું બની રહેશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











