નવજીવન ન્યૂઝ. અમદાવાદ: loudspeaker row : ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court)લાંબા સમયથી ધાર્મિક સ્થળ પર લાઉડસ્પીકર મામલે (loudspeaker case) ચાલી રહેલા વિવાદમાં આજે ગુજરાત સરકારે (Gujarat Government) હાઈકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું છે. જેમાં ગુજરાત સરકારે અલગ અલગ બાબતોને લઈ હાઈકોર્ટને કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. જે ધાર્મિક સ્થળો પર મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ થતો હશે, તેવા ધાર્મિક સ્થળો સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત સરકારે આ મામલે ખૂબ જ સક્રિય હોવાનું જણાવ્યું છે. આગામી દિવસોમાં લાઉડ સ્પીકર મામલે એક જાહેર નિતી પણ જાહેર કરવામાં આવશે, તેવું સોગંદનામું હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે.
આજે ગુજરાત હાઈકોર્ટમાં લાઉડ સ્પીકર મામલે થયેલી સુનાવણીમાં ગુજરાત સરકારે સોગંદનામું રજૂ કરતા જણાવ્યું હતું કે, પૂર્વ મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતાં ધાર્મિક સ્થળો સામે કાર્યવાહી કરવામાં આવશે. લાઉડ સ્પીકરના નિયમો તમામ ધાર્મિક સ્થળો પર લાગુ પડશે. જે માટે આગામી દિવસોમાં એક જાહેર નિતી પણ બનાવામાં આવશે. લાઉડ સ્પીકરના ઉપયોગ સામે કોઈને મુશ્કેલી કે કનડગત થશે તો આગામી દિવસોમાં આવા ઉપયોગ સામે અકુંશ લાદવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રહેંણાક વિસ્તારોમાં રાત્રે 45 ડિસેબલથી વધુ મોટા આવજે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 5 ટાઈમની લાઉડસ્પીકરમાં થતી અઝાનને લઈ અરજદારે ગુજરાતમાં હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં અરજદારે જણાવ્યું હતું કે લાઉડસ્પીકર પર થતી અઝાનના કારણે તેમને તકલીફ પડી રહી છે અને મુશ્કેલી થાય છે. અગાઉ આ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને 19 જૂન સુધીમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, તેના અનુસંધાને આજે ગુજરાત સરકારે એક સોગંદનામું રજૂ કરીને કાર્યવાહી કરવા માટે હાઇકોર્ટને ખાતરી આપી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796