Wednesday, September 17, 2025
HomeGujaratAhmedabadધાર્મિક શોભાયાત્રા અને સરઘસમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ અંગે રાજ્ય સરકારે કર્યું હાઈકોર્ટમાં...

ધાર્મિક શોભાયાત્રા અને સરઘસમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ અંગે રાજ્ય સરકારે કર્યું હાઈકોર્ટમાં સોગંદનામું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજ્યમાં અવાર-નવાર ધાર્મિક સરઘસ અને શોભાયાત્રા દરમિયાન અનઇચ્છનીય ઘટનાને પગલે રાજ્યની શાંતિ ડોહળાતી હોય છે. તહેવારો પર શાંતિ અને સુરક્ષા સંદર્ભે ધાર્મિક સરઘસો અને શોભાયાત્રામાં વીડિયોગ્રાફી કરવા અને પોલીસનો (Gujarat Police) ચુસ્ત બંદોબસ્ત રાખવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) જાહેરહિતની અરજી કરાઇ હતી. જે સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે (Gujarat Govt) હાઈકોર્ટમાં સોગદનામું રજૂ કર્યું છે, જેમાં હવેથી ધાર્મિક સરઘસો અને શોભાયાત્રામાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ (ban on loudspeakers) ફરમાવામાં આવ્યો છે. ધાર્મિક સરઘસોમાં ડ્રોન,સીસીટીવી કેમેરા,અને બોડીવોર્ન કેમેરા દ્વારા વિડિયોગ્રાફી કરાશે અને શાંતિ ડહોળાવનારા અસમાજિક તત્વોને અરાજકતા ફેલાય તે પહેલા અટકાયત કરી લેવાશે.

અરજદારે રાજ્યમાં તહેવારોની દરમિયાન બની રહેલી અનઇચ્છનિય ઘટનાઓને લઈ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી જેમાં આગામી તહેવારોને લઈ કોમી સોહાર્દપૂર્ણ વાતવરણ જળવાઇ ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું પુનરાવર્તન ન થયા તે માટે પોલીસ દ્વારા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી અને આ કાર્યવાહીમાં કોઈ નિર્દોષ ન દંડાય તે અંગે કામગીરી કરવા જણાવ્યું હતું. અરજદારે ભૂતકાળમાં તહેવારો દરમિયાન પોલીસની બેદરકારી સામે આવ્યા હોવાના આક્ષેપ પણ લગાવ્યા હતા.

- Advertisement -

હાઇકોર્ટ આ બાબતને ગંભીરતાથી લઈ ધાર્મિક સરઘસ અને મેળવડાને લઈ શું આયોજન છે તેના સવાલો પણ કર્યા હતા. જેના જવાબ રાજ્ય સરકારે લૂલો બચાવ કરતા રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં ધાર્મિક સરઘસ અને મેળવડા થાય છે .તમામ વિડિયોગ્રાફી કરવી અશક્ય ગણાવી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જે અંગે હાઇકોર્ટ રાજ્ય સરકારને 20 એપ્રિલ સુધી સોંગદનામું રજૂ કરવા જણાવ્યુ હતું. ત્યારે આજરોજ સોગંદનામાં રાજ્ય સરકારે લાઉડ સ્પિકર પર પ્રતિબંધ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવા અંગે બાહેંધર આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈદ અને પરશુરામ જયંતિનો પર્વ એક જ દિવસે હોવાથી કોઈ અનઇચ્છનિય બનાવ ન બને તે માટે સંવેદશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબદસ્ત રાખવા તેમજ બંને સમુદાયો આગોવાનો સાથે શાંતિ સલામતીનીની બેઠક યોજી સૌહાર્દપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા પણ રાજ્ય સરકારે તમામ પોલીસ સ્ટેશનને આદેશ કર્યા છે. આજે સરકારે રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે કોમી સૌહાર્દમાં ગુજરાત અગ્રેસર છે. જુદા-જુદા સ્થળે ભૂતકાળમાં બનાવો બન્યા છે. ત્યાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાઈ છે. આગામી સમયમાં પણ સરકાર આ બાબતે સક્રિય રહેશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular