નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Gujarat Corona Updates: દેશમાં કોરોનાએ (Corona) ફરી ઉથલો મારતા આરોગ્ય વિભાગ (Gujarat Health Department) દોડતું થયું છે. આ વખતે કોરોનાના કેસોએ (Covid 19 Cases) છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. દેશભરમાં અત્યાર સુધી 6 હજારથી વધુ નવા કોરોના કેસો નોંધાઈ ચુક્યા છે, જેને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની (Mansukh Mandaviya) અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની બેઠક મળી હતી. જે બેઠકમાં દેશમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી તમામ રાજ્યોને જરૂરી સૂચનો કર્યા છે. ગુજરાતમાં પણ વધતા કોરોના કેસોને લઈ સરકાર એકશનમાં આવી છે, આરોગ્યમંત્રીએ અધિકારી સાથે બેઠક કરી રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના એકટિવ કેસ 4121ની આસપાસ છે. XVP 1.6 કોરોનાનું સબ વેરિયન્ટ ઘાતક નથી પરંતુ તેને હળવાશથી લેવાની જરૂરિયાત પણ નથી. ગુજરાતમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ, અને ટ્રીટમેન્ટની સુવિધા અમલી છે. 10 અને 11 એપ્રિલે રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે અને કોરોના સામે હોસ્પિટલોમાં વ્યવસ્થા પૂરતા પ્રમાણ છે કે નહી તે અંગે તાગ મેળવશે. કોરોનાને પહોંચી વળવા સરકાર કટિબદ્ઘ હોવાની વાત પણ આરોગ્યમંત્રી દ્વારા કરાઈ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં 350 જેટલા કેસ પ્રતિદિન આવી રહ્યા છે જે ગત આઠવાડિયા કરતા 100 થી 150 કેસો ઓછા છે, હાલ ગુજરાતમાં કોરોનાની સંપૂર્ણ સ્થિતિ કાબૂમાં છે. ઘરમાં સિનિયર સીટીઝનોને પણ ખાસ કોરોનાના કોઇ લક્ષણ દેખાઈ તો તાકીદે ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે.
વેકશિનને લઈ કેવી છે તૈયારી
ગુજરાતમાં 90 ટકા લોકોએ વેકશિન બંને ડોઝ મેળવી લીધા છે. અને કેટલાક લોકોએ પ્રિકોશનના ભાગરૂપે બુસ્ટર ડોઝ પણ મેળવી લીધા છે. રાજય સરકારે કેન્દ્ર સરકાર પાસે વધુ વેકસિનની માગ કરી છે આગામી દિવસોમાં જથ્થો પુરા પાડવાની કેન્દ્ર સરકારે હૈયા ધારણ આપી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








