Thursday, October 2, 2025
HomeGeneralગુજરાતમાં વિરોધ કરવાનો અધિકાર છે? આશા વર્કર બહેનો સત્યાગ્રહ છાવણી પહોંચે તે...

ગુજરાતમાં વિરોધ કરવાનો અધિકાર છે? આશા વર્કર બહેનો સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા જ અટકાયત કરી લેવાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અલગ અલગ સંગઠનો પોતાના પડતર પ્રશ્નો લઈને ગાંધીનગરમાં સરકાર સામે આંદોલનો કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સરકારે પણ આંદોલનો સામે નરમ વલણ અપનાવીને લોકોની કેટલીક માગણીઓ પૂરી પણ કરી છે. તેમ છતાં કેટલાક આંદોલનો તેવા પણ આવ્યા છે જેમાં સરકારે પોલીસ બળનો ઉપયોગ કરીને આંદોલનોને દબાવવાનો પ્રયન્ત કર્યો હોય. તેવી જ રીતે આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી પર આશા વર્કર બહેનો પણ પોતાની માગણીઓને લઈને પ્રદર્શન કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમણે પ્રદર્શન કરવા પહોંચે તે પહેલા જ તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.



આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાતનાં આંગણવાડીમાં ફરજ બજાવતા આશા વર્કર્સ બહેનો ફિક્સ પગારના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવાના હતા. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડીમાં જ વર્ષોથી લઘુત્તમ વેતનના નિયમનું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે આશા વર્કર્સ બહેનો પોતાના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ ગાંધીનગર પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે, પોલીસ દ્વારા અત્યાર સુધી એર્ક હજાર જ્કેટલા આશા વર્કર્સ બહેનોની અટકાયત કરવામાં આવી છે.

આશા વર્કર બહેનો પાસે મહામારી દરમિયાન વેક્સિનેશન, ટેસ્ટિંગ અને સર્વે જેવા કામ કરવવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેમને વોરિયર્સ તરીકે સન્માનીત કરવામાં આવ્યા, પરંતુ કામના બદલામાં તેમણે વેતન શું મળ્યું? દૈનિક 33 રૂપિયા અને એરિયર્સ સાથે દૈનિક 300 રૂપિયા. આ બધા પ્રશ્નોને લઈને આજે આશા વર્કર બહેનો વિરોધ કરવા પહોંચ્યા હતા પણ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular