Saturday, October 4, 2025
HomeGeneralગાંધીનગરની GMERS કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીએ ધાબા પરથી કૂદીને જીવન...

ગાંધીનગરની GMERS કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીએ ધાબા પરથી કૂદીને જીવન ટુંકાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતી એક યુવતીએ આજે હોસ્ટેલના ધાબા પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીની આત્મહત્યાના કારણે આખી હોસ્ટેલમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી, ત્યારે યુવતીના હોસ્ટેલના રૂમમાંથી અંગ્રેજીમાં લખેલી એક અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી.



ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતો આસ્થા પંચાસર નામની યુવતી જે એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી તેણે આજે હોસ્ટેલના ધાબા પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીને આજે બીજા વર્ષની રિપીટર પરીક્ષા હતી. યુવતીના માતા-પિતા UAE રહે છે અને ગાંધીનગરમાં સેક્ટર 5માં તેના દાદા અને કાકા-કાકી રહે છે. તેણે NRI ક્વોટામાં મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હતું.

પોલીસ તપાસમાં મળેલી યુવતીની અંતિમ ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે સોરી મમ્મી-પપ્પા, ભણવાના લીધે હું આ પગલું ભરું છું, હું જાઉં છું. પોલીસે હાલ સેકટર 5માં રહેતા યુવતીના દાદા અને કાકા-કાકીને ઘટના અંગે જાણ કરી છે અને યુવતીના રૂમમેટ અને ક્લાસમેટની પણ પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે. પરિવાર અને મિત્રોની પૂછપરછ બાદ વધુ માહિતી જાણવા મળશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.



પોલીસે વધુમાં જણાવ્યુ હતું કે, “યુવતીને બીજા વર્ષ દરમિયાન એટીકેટી આવી હતી જેની હાલ તેણે પરીક્ષા ચાલી રહી હતી. ગઈ કાલે તેનું પેપર ખરાબ ગયું હતું આ અંગે તેણે દાદા સાથે વાત પણ કરી હતી અને તેના દાદાએ તેને સંતવાના પણ આપી હતી. આ ઉપરાંત કાકાએ પણ ફોન ઉપર વાત કરી હતી અને જમવાનું આપવાનું પણ કહ્યું હતું ત્યારે યુવતીએ કેન્ટીનમાં જામી લીધું હોવાનું જણાવ્યુ હતું. ત્યાર બાદ આજે આ પગલું ભર્યું છે.”

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular