નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના ધંધુકામાં એક એમ્બ્યુલન્સનું 25 દિવસ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, હવે આજે ફરી તેનું જ લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેતાઓ પોતાના ફાયદામાં લોકોને કેવા મુર્ખ બનાવવા નીકળે છે તે અહીં જોવા મળ્યું હતું, જોકે આ ઘટનામાં આ તેઓ પકડાઈ ગયા છે. કોંગ્રેસ દ્વારા અગાઉ 3 મેએ ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવેલી એમ્બ્યૂલન્સનું લોકાર્પણ કર્યું હતું, હવે 25 દિવસ પછી 29મીએ ફરી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેથી ચર્ચાઓ સાથે લોકો ટોંણા મારી રહ્યા છે કે આ એમ્બ્યૂલન્સ ખરેખર લોકોને અર્પણ કરવામાં આવશે છે કે પછી લોકાર્પણ માટે જ ખરીદી હતી?
અહીં સુધી કે નેતાઓએ મહિનામાં જ બે વાર તે એમ્બ્યૂલન્સનું લોકાર્પણ કરી વાહવાઈ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 25 દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી એમ્બ્યૂલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેનું જ લોકાર્પણ ફરી કરવામાં આવ્યું છે. રવિવારે ધંધુકામાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ જે એમ્બ્યૂલન્સનું લોકાર્પણ કર્યું તેનું થોડા જ દિવસ પહેલા ધામધૂમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો સહિત કોંગ્રેસના નેતાઓ, બોટાદ અને અમદાવાદના કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જોકે અહીં શું અગાઉ આ જ એમ્બ્યૂલન્સનું લોકાર્પણ થઈ ગયું છે તે તરફ કોઈનું ધ્યાન ન્હોતું ગયું કે પછી આ લોકોને મુર્ખ બનાવવાની વાત હતી તે એક પ્રશ્ન છે. જોકે આ સંદર્ભમાં કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ ગોહિલનું કહેવું છે કે, 20 દિવસ પહેલા જે કાર્યક્રમ યોજાયો હતો તે લોકાર્પણનો ન હતો પણ નગરપાલિકા દ્વારા એમ્બ્યૂલન્સ ખરીદી હોસ્પિટલને સમર્પિત કરવાનો કાર્યક્રમ હતો, પરંતુ જે પણ હોય અહીં ચર્ચામાં નેતાઓનો આ કાર્યક્રમ ભારે છવાયેલો છે.
![]() |
![]() |
![]() |