પ્રશાંત દયાળ. (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): Junior Clerk Paper Leak Gujarat Live Update:પેપર ફૂટવાની ઘટનાને (Paper Leak Case)પગલે સરકાર શરમજનક સ્થિતીમાં મુકાયા છે. પરંતુ ગુજરાત એટીએસની(Gujarat ATS) ટીમે જે કામ કર્યું છે તેનાથી આશ્વાસન મળ્યું છે કે તમારા હક્કની નોકરી કોઈ છીનવી ગયું નથી, આ આશ્વાસન પુરતું નથી. છતાં પણ ગુજરાત એટીએસની કામગીરી કાબીલેદાદ રહી છે તેની વાત કરવી જોઈએ. ગુજરાત એટીએસનું આ ઑપરેશન ન ચાલ્યું હોત તો કદાચ આજે પેપર ખરીદી કરી કેટલાય ઉમેદવારો પરીક્ષા આપી ચૂક્યા હોત.
સરકારને પહેલા અગાઉ ફૂટી ચૂકેલા પેપર પરથી આશંકા હતી કે આ વખતે પરીક્ષામાં કોઈ ગરબડ ન થાય. માટે ખાનગી રાહે ગુજરાત એટીએસની ટીમે પરીક્ષા પહેલા જ તપાસ શરૂ કરી દીધી હતી. અગાઉ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા અને શંકાસ્પદ તમામ ગુજરાત એટીએસની રડારમાં હતા. દરમિયાન ડીવાયએસપી એસ.એલ. ચૌધરી અને પી.આઈ. બી.એસ. કોરાટને ચોંકાવનારી માહિતી મળી હતી કે પેપરલીક થવાનું શરૂ થઈ ગયું છે. બસ આ માહિતી મળતા જ ગુજરાત એટીએસની ટીમ કાંડના આરોપીઓ આસપાસ ગોઠવાઈ ગઈ અને રાહ જોઈ રહી હતી આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવાની.
એક તરફ સુરતમાં પહોંચેલો ગુજરાત એટીએસની રડારમાં રહેલો મુખ્ય આરોપી પ્રદિપ નાયક પોતાની ગેમ સેટ કરી રહ્યો હતો. બીજી તરફ ગુજરાત એટીએસની ટીમ માહિતીઓ એકત્રિત કરી પેપરલીક કાંડની ગેમમાં સામેલ પ્યાદાઓ આસપાસ સેટ થઈ રહી હતી. એટીએસના ધાર્યા મુજબ બધુ જ સેટ થયું અને વડોદરામાં આરોપીઓએ પેપરલીક કરવા માટે અટલાદરા રોડ પર આવેલું એક ઈન્સ્ટીટ્યુટ નક્કી કર્યું. ખેલની આખરી રાતે ઈન્સ્ટીટ્યુટ આસપાસ એટીએસની ટીમ ગોઠવાઈ ગઈ હતી અને સવારથી જ વૉચ રાખી રહી હતી. 28 જાન્યુઆરીની સવારથી જ વૉચમાં રહેલી ટીમને મોડી રાત્રે ઈન્સ્ટીટ્યુટમાં એક બે નહીં પણ 40-50 જેટલા લોકો જોવા મળ્યા.
પ્રદિપ નાયક પેપર લઈ જેવો આ ઈન્સટીટ્યુટમાં પહોંચ્યો કે એટીએસએ દરોડો કર્યો અને સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ થયો. એટીએસને પ્રદીપ નાયક પાસેથી પેપર મળી આવ્યા અને સાથે જ આ કાંડમાં સામેલ આરોપીઓ પણ ઝડપાયા. એટીએસની ટીમે આરોપીઓને ઝડપી પુછપરછ કરતા સામે આવ્યું કે, પેપર હૈદરાબાદની કેએલએન પ્રેસમાં નોકરી કરતા જીત નાયકે આ પેપર માત્ર 60 હજાર રૂપિયામા લીક કરી પ્રદીપ નાયકને આપ્યું હતું. પેપર ફોડવાના જૂના ખેલાડી પ્રદીપ નાયકે પેપર મળતા જ બિહાર અને ઝારખંડનાએજન્ટોને સક્રિય કરી ગુજરાતના એજન્ટોને કામ પાર પાડવા સાથે લીધા હતા.
સક્રિય થયેલા એજન્ટોને પ્રદીપ નાયકે પ્રતિ ઉમેદવાર રૂપિયા 2 લાખ આપવાની વાત કરી ગુજરાતમાં ઉમેદવાર શોધવાનું શરૂ કર્યું હતું. પ્રદીપ ઉમેદવારોને હાથમાં પેપર આપવાના બદલે એજન્ટના ઈન્સ્ટીટ્યુટમાં પેપર સોલ્વ કરાવવાનો હતો. જેથી તે પોલીસની પકડથી બચી શકે. પરંતુ ગુજરાત એટીએસની ટીમની નજરથી બચવામાં પ્રદીપ નિષ્ફળ રહ્યો અને ઝડપાઈ ચૂક્યો હતો. એટીએસ આ મામલે 15 જેટલા આરોપીને ઝડપી તપાસ કરી રહી છે.
ઝડપાયેલા આરોપીઓની યાદી


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








