Thursday, June 4, 2026
HomeGujaratAAP: ઉમેદવારોની 11મી યાદી જાહેર, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આ બેઠકથી...

AAP: ઉમેદવારોની 11મી યાદી જાહેર, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આ બેઠકથી ચૂંટણી લડશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં પ્રથમવાર તમામ બેઠક પર પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહેલી આપ દ્વારા વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આપ દ્વારા 11મી યાદી જાહેર કરમાં આવી છે. જેમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.

આપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, ગાંધીધામથી બી.ટી. મહેશ્વરી, દાંતાથી એમ.કે બોમડીઆ, પાલનપુરથી રમેશ નભાણી, કાંકરેજથી મુકેશ ઠક્કર, રાધનપુરથી લાલજી ઠાકોર, મોડાસાથી રાજેન્દ્રસીંહ પરમાર, રાજકોટ ઈસ્ટથી રાહુલ ભુવા, રાજકોટ વેસ્ટથી દિનેશ જોશી, કુતિયાણાથી ભીમા મકવાણા, બોટાદથી ઉમેશ મકવાણા, ઓલપાડથી ધાર્મિક માલવિયા અને વરાછા બેઠક પરથી અલ્પેશ કથીરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા બોટાદ બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવી ચર્ચા ચાલી રહી હતી. પરંતું આ બેઠક પર આજે ઉમેશ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. બીજીબાજુ ટિકિટ મળતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે, ભાજપ અને કોંગ્રેસ મિલીભગતથી 75 વર્ષથી ગુજરાતને તક નથી મળી. ગઈકાલે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવ્યું હતું કે, મત આપો તો માત્રને માત્ર કોંગ્રેસને આપો, જો કોંગ્રેસને ન આપો તો ભાજપને આપો. આ બાબત ખૂબ સ્પષ્ટતા થઈ જાય છે કે ભાજપ-કોંગ્રેસની મિલીભગત ચાલે છે. અને જો આટલું બધું જ ગૌરવ હોય તો પછી ભાજપમાં જવું જોઈએ. માત્ર આપને સત્તાથી દૂર રાખવી અને તેમના ધારાસભ્યો ન બને તે માટે એડીચોટીનું જોર લાગાવામાં આવી રહ્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular