નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આજે પોલીસ અને પ્રજા વચ્ચેનો સંબંધ કેવી રીતે સૌહાર્દપૂર્ણ બની રહે તે અંગે આખા દિવસનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ જોઇન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર સહિતના અધિકારીઓએ હજાર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રજા અને પોલીસ વચ્ચેના સંબંધો સુધારવા અંગેની તાલીમ પોલીસને આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અલગ અલગ નેતાઓ અને વક્તાઓએ સભાને સંબોધિત કરી હતી. જેમાં એક હળવો રમૂજી કહેવાય તેવો પણ એક કિસ્સો બન્યો હતો. જ્યારે સી.આર.પાટિલ વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે તેમણે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને પોલીસમાં ફિટનેસ અંગેની વાત કરી હતી, તે સમયે હર્ષ સંઘવી પહેલી જ લાઇનમાં બેઠેલા એક IPS અધિકારી જેમની ફાંદ બહાર હતી તેમનું નામ લઈને સી.આર.પાટિલને કહ્યું કે તમે આમને જોઈને જ ફિટનેસની વાત કરો છો ને. આ વાત સાંભળીને હોલમાં બેઠેલા તમામ અધિકારીઓએ હસી પડ્યા હતા અને થોડું રમૂજી વાતાવરણ ઊભું થયું હતું.
આજના કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ આવા વિસ્તાર દત્તક લેવાની યોજના પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના અંગે વાત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “અમદાવાદ પોલીસે શરૂ કરેલ એરિયા એડોપ્શન સ્કીમ તે ખૂબ સારી સ્કીમ છે અને તેના થકી વિસ્તારના વિશિષ્ટ પ્રબુદ્ધ નાગરિકો, સંસ્થાઓને જોડીને વિસ્તારની ટ્રાફિક સમસ્યાને હળવી કરીને તેના કાયમી ઉકેલ આપણે લાવી શકીશું.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











