Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadઅદાણી CNG ગેસના ભાવમાં વધારો, નવો ભાવ આજથી અમલમાં

અદાણી CNG ગેસના ભાવમાં વધારો, નવો ભાવ આજથી અમલમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. ફરી એકવાર અદાણી (Adani ) CNGના ભાવમાં વધારો (CNG Price Hike) ઝીંકવામાં આવ્યો છે. જેથી હવે નાગરિકોના ખિસ્સા પર બોજ પણ વધશે. બે મહિનાની રાહત બાદ ગઈકાલે અદાણી CNG ગેસના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. અદાણી CNG ગેસના (Adani Gas) ભાવમાં પ્રતિ કિલોએ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો થતાં અમદાવાદમાં (Ahmedabad) CNG ગેસ પ્રતિ કિલો 75.09 રૂપિયાએ પહોંચ્યો છે.

અદાણી CNG ગેસના ભાવમાં બે મહિના બાદ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી CNGનો નવો ભાવ 75.09 રૂપિયાએ પહોંચ્યો છે. જે આજથી લાગુ પડશે. આ ભાવ વધારા પહેલા CNG ગેસનો ભાવ 74.29 રૂપિયા હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત બાદ અદાણી CNG અને PNGના ભાવમાં જંગ ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ભાવ ઘટાડાના બે મહિના પછી આજે ફરી ભાવ વધારો સામે આવ્યો છે.

- Advertisement -

કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કર્યા બાદ ગત 8 એપ્રિલના રોજ અદાણી ગ્રુપ ટોટલ ગેસ લિમિટેડે ગુજરાતમાં સરેરાશ 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તે વખતે અમદાવાદમાં CNGનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 80.34 હતો. જે ઘટીને રૂપિયા 74.29એ પહોંચ્યો હતો. આ નિર્ણયના કારણે અમદાવાદના 2 લાખ કરતા વધારે રિક્ષા ચાલકોને સીધી અસર થઈ હતી. આ ભાવ ઘટાડાના બે મહિના સુધી ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ત્યારે આજે ફરી ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગેસના ભાવમાં આ પ્રકારનો નાનો નાનો વધારો કરીને ભાવ 80 રૂપિયા સુધી પહોંચાડી દીધો હતો. ત્યારે આ વર્ષના અંત સુધીમાં કેટલો ભાવ વધારો થાય છે તે જોવું રહ્યું.

Tag: Adani CNG Gas Price Hike Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular