નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat News: રાજ્યમં બે દિવસ બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા (Junior Clerk Exam) યોજાવા જઈ રહી છે. જેને લઈ ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ તાજેતરમાં જ પેપરલીકની ઘટના (Paper Leak Case) અને યુવરાજસિંહે (Yuvrajsinh Jadeja) કરેલા ઘટસ્ફોટને કારણે લોકોમાં અનેક કુશંકાઓ ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ વિદ્યાર્થીઓ આકર્ષવા એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં જુનિયર ક્લાર્ક (Junior Clerk)ની પરીક્ષા આપવા માટે આવતા ઉમેદવારો માટે રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આજરોજ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા (Gopal Italiya) દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારોને સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. જેમાં તેમણે ઉમેદવારોને રહેવા-જમવા સહિતની સુવિધાઓ પુરી પાડવાની વાત કરી છે. તેમણે 9 એપ્રીલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યના વિવિધ સ્થળે સુવિધા પુરી પાડવાની વાત કરી છે. જે જાહેરાત નીચે મુજબ છે.






સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








