નવજીવન ગાંઘીનગરઃ હેડક્લાર્ક પેપર લીક કાંડમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે. અત્યાર સુઘીમાં પોલીસે 11 લોકોની ઘરપકડ કરી છે. તો બીજી બાજુ પેપર લીક મામલે વિપક્ષપાર્ટી સરકારને સામે વિરોધ કરી રહી છે. આજે આમ આદમી પાર્ટી (આપ)એ કમલમનો ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન થયેલા પોલીસ અને નેતાઓ વચ્ચેના ઘર્ષણમાં અનેક નેતા અને કાર્યકરતા ઘવાયા હતા.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થતા અટકાવવા સરકાર નીષ્ફળ જઈ રહી છે. જો કે તાજેતરમાં હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની ભૂમિકા હોવાનો વિપક્ષો દાવો કરી રહ્યા છે. આ પેપર લીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના ગાંધીનગર ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસે લાઠી ચાર્જ કરતા અનેક લોકો લોહી લુહાણ થઈ ગયા હતા. જ્યારે પોલીસે લાઠી ચાર્જ કરતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ પડી ગયા હતા.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પેપર કાંડ મામલે પત્ર આપવા માટે આપના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા સહિતના નેતાઓ જોડાયા હતા. જ્યારે યુથ વિંગમાંથી પ્રવીણ રામ અને નિખિલ સવાણી સહિતના ગુજરાત રાજ્ય કક્ષાના હોદ્દેદારો કમલમ્ આવી પહોંચ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરી સેક્ટર 27 એસપી ઓફીસ લઈ જવામાં આવ્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પીટલ લઈ જવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









