નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માગણી સાથે સરકારી કર્મચારીઓ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે 72 સરકારી કર્મચારી સંગઠનો એક મંચ પર આવ્યા છે. પોતાની માગણીઓ સાથે આજે સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ધરણાં પ્રદર્શન યોજાશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર સામે મહાઆંદોલન શરૂ થવાના એંઘાણ વર્તાઇ રહ્યા છે. આજથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 72 સરકારી કર્મચારી સંગઠનો ધરણાં પર ઉતાર્યા છે. આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય ખાતું સહિત 72 વિભાગના કર્મચારીઓ ભેગા થશે. ઉપરાંત ગુજરાત રાજ્યના સંયુક્ત કર્મચારી મોરચાની રચના પણ કરાઈ છે જેમાં રાજ્યના 7 લાખ કર્મચારીઓ જોડાશે. રાજ્યના સરકારી કર્મચારીઓએ અનેક વખત પોતાની માગણીઓને લઈને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો ન હતો.
ગુજરાત રાજ્યના સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનોની પાંચ મુખ્ય માગણીઓ સાથે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી, સાતમા પગાર પંચનો કર્મચારીઓને લાભ આપવો, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય કેડરની પણ સળંગ સર્વિસ કરવી, અન્ય કેડરને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવું, 4200 ગ્રેડ પેની માગ સાથે વિરોધ પ્રદર્શન કરશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.