નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતના આણંદ અને પાદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ આ જ મહિનાની 9મી તારીખે પડી ભાગ્યો અને તેની સાથે કેટલાક વાહનો જે બ્રિજ પરથી તે સમયે પસાર થઈ રહ્યા હતા તે પણ નદીમાં ખાબક્યા. ભ્રષ્ટાચાર મોડલ બની ગયેલા ગંભીરા બ્રિજને અગાઉ પણ ભયજનક હોવા અંગે અરજીઓ અને તેને ઉતારી લેવાની માગ કરવામાં આવતી હતી. સતત વારંવાર માગ છતાં એક ફિલ્મી રીતે એક જ રોડ વારંવાર બનાવી જીંદગી કાઢી નાખે એવું જ કાંઈક રિયલ લાઈફમાં પણ અહીં જોવા મળ્યું આ રોડને વારંવાર થીગડાં મરાયા પણ તેની ખરી રીતે સમસ્યા સોલ્વ થઈ નહીં.
આમ તો ગુજરાત મોડલની જ વાત કરીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીની ગાદી સુધી પહોંચ્યા પરંતુ હવે તેમના દિલ્હી ગયા પછી ગુજરાત મોડલની દેશ-દુનિયામાં ફજેતી જોવા મળી રહી છે. વારંવાર બની રહેલી દુર્ઘટનાઓએ લોકોની જીંદગીની કિંમત કોડીની કરી નાખી છે. હવે આ મોડલને લઈને સોશ્યલ મીડિયા પર કેવી ફજેતી થઈ રહી છે તે તમે નીચેની પોસ્ટ્સ પરથી અંદાજ લગાવી શકો છો. આપને જણાવી દઈએ કે આ ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં 19 વ્યક્તિના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. લોકો જે ગુમ છે તેની શોધ ચાલી છે. લોકો દ્વારા જે લોકોની જીંદગી બચાવાઈ તે લોકો પણ હાલ ભ્રષ્ટાચારી વિકાસનો ભોગ ના બન્યાને લઈને પોતાના પ્રભુનો આભાર માની રહ્યા છે. જુઓ કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટ


