Thursday, October 16, 2025
HomeGeneralવનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું ન્હોતું?- જાણો IG અભય ચુડાસમાએ શું મહત્વનું...

વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું ન્હોતું?- જાણો IG અભય ચુડાસમાએ શું મહત્વનું નિવેદન આપ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ સરકારી પરીક્ષાઓમાં ભાંગફોડ કરવાનું લગભગ હવે સમયાંતરે થવા લાગ્યું છે. મહેસાણામાં આ અરસામાં વનરક્ષકની પરીક્ષા લઈ જેમાં ગેરરીતિ થઈ હોવાના ચોંકાવનારા ઘટસ્ફોટ પછી લોકોનો રોષ ફરી ભભૂકી ગયો છે. જે સંદર્ભમાં ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ જે મહત્વની વાત લોકો સામે મુકી છે તેમાં એવું સામે આવી રહ્યું છે કે પેપર લીક થયું ન્હોતું પણ તે કોપી કરવામાં આવ્યું હતું.



બાબત એવી છે કે, મહેસાણાના ઉનાવા ખાતે વનરક્ષકની પરીક્ષામાં લેટરપેડ પર સવાલોના જવાબો લખેલા મળી આવ્યા હતા. નિરિક્ષકના ધ્યાને આવેલી આ બાબત બાદમાં મોટો ઉહાપોહ બની ગઈ હતી. પ્યુન દ્વારા આ લેટરપેડ સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં રાજુ ચૌધરી નામના શિક્ષકની ગેરરીતિ સામે આવી હતી. સુમિત ચૌધરી નામના શખ્સને સવારે 9 વાગ્યે શાળાના ધાબા પર બેસાડી પેપર સોલ્વ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. આ ગેરરીતિ માયા ઉર્ફે મનીષા ચૌધરીને પાસ કરાવવા માટે પ્લાન કરવામાં આવી હતી. પિયુષ ઘનશ્યામ ભેમજીભાઈ નામના પટાવાળાએ ગેરહાજર વિદ્યાર્થીના પેપરના ફોટો પાડ્યા અને તે ફોટો રાજુ અને સમિતને મોકલી આપ્યા હતા. માયાને પાસ કરાવવાનું આ ષડયંત્ર ત્યારે પકડાયું જ્યારે રાજુ જવાબની કોપી આપવા ગયો અને રવિ મકવાણા પાણી પીવા આવ્યો ત્યારે રાજુને કોપી કરાવતા જોઈ ગયો અને બાદમાં રવિને પણ જવાબ આપ્યા પણ રવિ પકડાઈ ગયો અને સમગ્ર ગેરરીતિ બહાર આવી.



મહેસાણામાં હાલમાં લેવામાં આવેલી વનરક્ષક પરીક્ષામાં પેપર ફૂટ્યાની રાવ મામલે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ મહત્વની વાત મુકી છે તેમણે કહ્યું કે, પરીક્ષામાં કેટલાક ઉમેદવારોને પાસ કરાવવાનું આ ષડયંત્ર હતું. જેનો મુખ્ય આરોપી રાજુ ચૌધરી છે, પોલીસે તેને પકડી પણ પાડ્યો છે. આ પેપર લીક થયું ન હતું, તેને કોપી કરવામાં આવ્યું હતું. પોલીસ આ ગેરરીતિના આરોપી રાજુને કોર્ટમાં રજુ કરી તેના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરશે.


- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular