નવજીવન નવી દિલ્હી: ઉત્તરાખંડ પોલીસે હરિદ્વારમાં ‘ધર્મ સંસદ’માં ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગી અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. ઉત્તરાખંડ પોલીસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
પોલીસે ટ્વિટર પર લખ્યું છે કે, “સોશિયલ મીડિયા પર કોઈ ચોક્કસ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપીને નફરત ફેલાવવાના વાયરલ વીડિયોની નોંધ લેતા, કોતવાલી હરિદ્વારમાં વસીમ રિઝવી ઉર્ફે જીતેન્દ્ર નારાયણ ત્યાગી અને અન્યો વિરુદ્ધ કલમ 153A આઈપીસી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કાનૂની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.”
જિતેન્દ્ર નારાયણ ત્યાગી અને અન્યો પર હરિદ્વારમાં આયોજિત ‘ધર્મ સંસદ’ કાર્યક્રમ દરમિયાન ઉશ્કેરણીજનક અને હિંસક ભાષણ આપવાનો આરોપ છે. ભડકાઉ ભાષણ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે સામાન્ય લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ પહેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમણે તેમની પાર્ટીના ઉત્તરાખંડ પ્રદેશ અધ્યક્ષને ‘ધર્મ સંસદ’માં ભડકાઉ ભાષણ આપનારા તમામ વક્તાઓ સામે કેસ દાખલ કરવા કહ્યું છે.
सोशल मीडिया पर धर्म विशेष के खिलाफ भड़काऊ भाषण देकर नफरत फैलाने संबंधी वायरल हो रहे वीडियो का संज्ञान लेते हुए वसीम रिजवी उर्फ जितेंद्र नारायण त्यागी एवं अन्य के विरुद्ध कोतवाली हरिद्वार में धारा 153A IPC के अंतर्गत मुकदमा पंजीकृत किया गया है और विधिक कार्यवाही प्रचलित है। @ANI pic.twitter.com/0NLBwPqQhV
— Uttarakhand Police (@uttarakhandcops) December 23, 2021
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












