Wednesday, October 1, 2025
HomeGeneral'હું ચૂંટણી લડીશ અને જો નહીં લડું તો મારો વિરોધ કરનારાઓને પણ...

‘હું ચૂંટણી લડીશ અને જો નહીં લડું તો મારો વિરોધ કરનારાઓને પણ નહીં લડવા દઉં’: અલ્પેશ ઠાકોરની જીદ્દ

- Advertisement -




નવજીવન ન્યૂઝ.પાટણઃ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો માટે હવે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકારણમાં હલચલના સતત અહેવાલો સામે આવી રહ્યા છે. નેતાઓ લોકોની વચ્ચે પોતાના વિવિધ નિવેદનો અને નિર્ણયો મુકવા લાગ્યા છે. આ દરમિયાનમાં જ્યાં અલ્પેશ ઠાકોર અગાઉની ચૂંટણીના માર પછી પણ ટિકિટની આશા લઈને બેઠા છે. તેઓએ આ દરમિયાનમાં એક રાધનપુર વિસ્તારમાં સમૂહ લગ્ન દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડશે જ અને જો નહીં લડે તો તેમનો વિરોધ કરનારાઓ તો ભુલી જ જાય કે તેઓ પણ ચૂંટણી લડશે. જે લોકો ડખો કરે છે તેમને તો તે ચૂંટણી લડવા નહીં દે. હવે આ બાબતને રાજકીય પંડીતો અલ્પેશ ઠાકોરની જીદ્દ અથવા તેમની અતિમહત્વકાંક્ષી છટા ગણાવી રહ્યા છે.

પાટણમાં વિધાનસભાની ચાર સીટ પૈકીની એક છે રાધનપુર જે અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે અલ્પેશ ઠાકોરે જીતી લીધી હતી. આ બેઠક ગુજરાતના ઈતિહાસમાં ઘણી વિવાદીત રહી છે. આ બેઠક પર પોતાનો હક્ક દર્શાવતા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે અહીં હુંકાર કર્યો છે. રાધનપુર વિસ્તારમાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા પ્રમુખ અને અહીંની બેઠકના પૂર્વ ધારાસભ્ય દ્વારા રાધનપુરમાં સમૂહ લગ્નના આયોજન વખતે હાજરી આપતા હુંકાર કરતા કહ્યું કે, રાધનપુરમાં મારો વિરોધ કરનારાઓ સમજી લે કે હું રાધનપુર બેઠક પરથી જ ચૂંટણી લડવાનો છું અને જો હું ચૂંટણી નહીં લડુ તો મારો વિરોધ કરનારાઓને પણ ચૂંટણી લડવા નહીં દઉં. કોઈ ખોટા સપના જોતા હોય, આ વિસ્તારને નોંધારો મુકી દેવાનો છે. અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવાનો જ છે જે લોકો ડખો કરનારાઓ છે એ તો ભૂલી જ જાય કે તે ચૂંટણી લડી શકે. 2022માં અહીં જ લડવા આવવાનો છું અને તમારે જીતાડવાનો છે મને.



આ સમુહ લગ્નમાં 40 નવદંપત્તિએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જેમાં ઠાકોર સમાજના અગ્રણીઓ સહિત અલ્પેશ ઠાકોર અને ઘણી મોટી સંખ્યામાં નવદંપત્તિને આશીર્વાદ આપવા સ્વજનો આવ્યા હતા.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular