Monday, October 13, 2025
HomeNationalમતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 18 વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં,...

મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 18 વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં, એક વર્ષમાં મળશે ચાર તક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, 17 વર્ષના યુવકો પણ મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે તેઓ 18 વર્ષના થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. ચૂંટણી પંચે કહ્યું છે કે વર્ષના પ્રથમ દિવસે 18 વર્ષના થઈ જશે તેવા તમામ યુવાનો મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે અરજી કરી શકે છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેએ તમામ રાજ્યોના સીઈઓ, ઈઆરઓ અને ઈરોને આ સુવિધા પૂરી પાડવા માટે ટેકનિકલ વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યો છે જેથી કરીને યુવાનો 18 વર્ષની ઉંમરે પહોંચે તે પહેલાં તેઓ મતદાર યાદીમાં નામ ઉમેરવા અરજી કરી શકશે. ૧૮ વર્ષના યુવાનોએ હવે મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે 1 જાન્યુઆરીની રાહ જોવી પડશે નહીં. ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે એક વર્ષમાં ચાર તક આપી છે. આયોગે ચૂંટણી કાયદા સંશોધન અધિનિયમ 2021 દ્વારા આ ફેરફાર કર્યો છે. એટલે કે 1 જાન્યુઆરી સિવાય 1 એપ્રિલ, જૂલાઈ અને 1 ઓક્ટોબરે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર લોકો મતદાર બનાવી શકશે. મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ બુધવારે રાજકીય પક્ષોને મતદાર નોંધણી ફોર્મમાં કરવામાં આવેલા સુધારા વિશે માહિતી આપી હતી.

- Advertisement -

મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે જો કોઈ યુવક અન્ય કોઈ મહિનામાં 18 વર્ષની ઉંમરે પહોંચ્યો હોય તો પણ તેણે મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે 1 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે. નવી વ્યવસ્થા મુજબ હવે તેને વધુ ત્રણ તક મળશે. એટલે કે, 1લી એપ્રિલ, 1લી જુલાઇ અને 1લી ઓક્ટોબરના રોજ 18 વર્ષની વય પૂર્ણ કર્યા પછી તે પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે પાત્ર બનશે.

મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારો પાસેથી સ્વૈચ્છિક રીતે આધાર નંબર એકત્ર કરવાનું વિશેષ અભિયાન 1 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં દરેક મતદાન મથક પર 7 અને 21 ઓગસ્ટના રોજ બે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે. અહીં આધાર નંબર ફોર્મ 6Bમાં ભરીને સંબંધિત અધિકારીને સબમિટ કરી શકાય છે. તેમણે કહ્યું કે મતદારો દ્વારા આધાર પૂરો પાડવો સ્વૈચ્છિક છે અને જો તે ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો કોઈનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે નહીં.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular