Sunday, November 2, 2025
HomeSeriesDeewal Seriesફિરોઝ ને શોધવા એક પોલીસ શાહપુર પહોચી પણ સામે તો એક વુધ્ધ...

ફિરોઝ ને શોધવા એક પોલીસ શાહપુર પહોચી પણ સામે તો એક વુધ્ધ માણસ આવી ઉભો PI જાડેજા વિચારમા પડી ગયા

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-32 દીવાલ) : રાતના 8 વાગી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના વાહનો શાહપુર હલીમની ખડકીમાં દાખલ થયા. પોલીસના વાહનો આ વિસ્તારમાં આવે તેનું સ્થાનિક લોકોને કંઈ આશ્ચર્ય ન્હોતુ. આમ પણ અમદાવાદ Ahmedabad નો આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. અહિયા તો બે સાયકલવાળા અથડાય તો પણ પથ્થર મારો થઈ જાય અને પતંગનો દોરો લૂંટવાની ઘટનાને કારણે પણ કોમી તોફાન Riots થઈ જાય. પહેલા આ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ Hindu Muslim ની વસ્તી સરખી હતી. પોળોમાં રહેતા હિન્દુ-મુસ્લિમ Hindu Muslim સાથે રહેતા હોવા છતાં તેમને બાપે માર્યા વેર હતા. હિન્દુ Hindu ઓ કાયમ એવુ માનતા કે મીયા બહુ ફાટ્યા છે અને મુસ્લિમો માનતા કે ભારત કંઈ ખાલી થોડુ હિન્દુડાઓનું છે, અમારૂ પણ છે. 1969માં અમદાવાદ Ahmedabad માં સૌથી મોટા કોમી તોફાન થયા ત્યારે શાહપુર Shahpur ની અનેક પોળો બહાર SRP નો પોઈન્ટ મુકવામાં આવ્યો હતો તે 4 દાયકાઓ પછી પણ પોઈન્ટ યથાવત હતો.


આમ પણ દરેક પોળમાં એક દાદા અર્થાત ગુંડો રહેતો હતો તેને પકડવા પણ પોલીસ અવારનવાર આવે તેના કારણે પોલીસ આવે તો કોઈ આશ્ચર્ય અથવા ડર લાગે નહીં. આજે પણ જ્યારે પોલીસના વાહનો હલીમની ખડકીમાં આવ્યા અને પોલીસવાળા એકદમ ઉતરી પોળમાં દાખલ થયા ત્યારે લોકોએ કુતુહલવશ પોલીસ સામે જોયુ કે પોલીસ કોના માટે આવી છે, પણ તેમના ચહેરા ઉપર કોઈ ડર અથવા ચિંતા ન્હોતી. ઈન્સપેક્ટર જાડેજા PI Jadeja એ પોળના નાકા ઉપર ફિરોઝ Feroze નું ઘર પુછ્યુ, એક નાનો છોકરો દોડતો જાડેજા Jadeja સાથે ઘર બતાવવા આવ્યો તે એક ઘર પાસે રોકાયો અને તેણે બુમ પાડી ફિરોઝ Feroze ચાચા પુલીસ અંકલ આયે હૈ, થોડીવાર સુધી ઘરમાંથી કોઈ જવાબ આપ્યો નહીં. થોડીવાર પછી એક વૃદ્ધ વ્યકિત ઘરના દરવાજામાં આવી ઉભી રહી.

- Advertisement -

આશરે 60 પાર કરી હશે પણ તેના ચહેરા ઉપરની કરચલીઓ તેની ઉમંર વધુ હોય તેવુ કહી રહી હતી. પેલી વ્યક્તિએ ઈન્સપેક્ટર જાડેજા PI Jadeja અને તેમની સાથે રહેલા હથિયારબંધ પોલીસવાળા સામે જોયુ અને તેમના કપાળની રેખાઓ તંગ થઈ. તેમણે પુછ્યુ ક્યા બાત હૈ સાબ, જાડેજા Jadeja એ કહ્યુ ફિરોઝ Feroze કહા હૈ, પ્રશ્ન સાંભળી વૃદ્ધના ચહેરા પર આશ્ચર્ય દોડી આવ્યુ તેણે ધીમા અવાજે કહ્યુ સાબ મેં હી ફિરોજ હું. જાડેજા Jadeja એ તેમની ઉપરથી નીચે સુધી જોયા. જાડેજા Jadeja ને હતું કે ફિરોજ Feroze મળે તો તેને બોચીમાંથી પકડી પોલીસની ગાડીમાં નાખી દઉ. પણ આ તો વૃદ્ધ વ્યકિત હતી. હજી જાડેજા Jadeja ને લાગ્યુ કે કંઈક ગેરસમજ થાય છે એટલે તેમણે સ્પષ્ટતા કરવા પુછ્યુ આપ કા દુસરા કોઈ મકાન હૈ? પેલી વ્યક્તિ વિચાર કરવા લાગી એટલે જાડેજા Jadeja તેમને યાદ અપાવતા હોય તેમ કહ્યુ વટવા Vatva મેં, વટવા શબ્દ સાંભળતા પેલી વ્યક્તિના ચહેરા ઉપર એકદમ કંઈક યાદ આવ્યુ હોય તેવો ભાવ આવ્યો અને તેમણે કહ્યુ જી સાબ કહી પછી હાથનો ઈશારો કરતા કહ્યુ સાબ વહા યાકુબનગર Yakubnagar હૈના વહીં મેરા દુસરા મકાન હૈ, લેકીન મેરા વહા મન હી નહી લગા, મેં ચલા આયા, પછી પોતાના ઘર તરફ ઈશારો કરતા કહ્યુ સાબ યહા કિરાયે પે રહેતા હું.


જાડેજા Jadeja વિચારમાં પડી ગયા કે આ જ ફિરોજ Feroze છે જેની તેમને જરૂર છે. ત્યારે એક આધેડ ઉમંરની મહિલા પણ ફિરોજ Feroze ની પાછળ આવી ઉભી રહી ગઈ, તેને તો પોલીસ શુ કામ આવી છે તેની પણ ખબર ન્હોતી. તે ફિરોજ Feroze ની પત્ની હતી. જાડેજા Jadeja માની રહ્યા હતા કે ફિરોજ Feroze એટલે 25-30 ની ઉમંરનો છોકરો હશે, પણ હવે જાડેજા Jadeja નો વાત કરવાનો સુર બદલાઈ ગયો. હમણાં સુધી તે ફિરોજ Feroze કહી સંબોધતા હતા પણ હવે તેમણે કહ્યુ ફિરોજ Feroze ચાચા આપકો હમારે સાથ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આના હોગા. ફિરોજચાચા Ferozeના ચહેરા ઉપર બોલ્યા વગર પ્રશ્ન આવી ગયો તેમ લાગ્યુ કેમ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch કેમ.. ચાચા સવાલ પુછે તે પહેલા જાડેજા Jadeja એ કહ્યુ હમારે DCP સાબ આપ સે બાત કરના ચાહતે હૈ. ફિરોજચાચાની પાછળ ઉભી રહેલી આધેડ સ્ત્રીનો ચહેરો એકદમ ચિંતિત થઈ ગયો, તે થોડી આગળ આવી તેણે સ્પષ્ટ ગુજરાતીમાંથી જ પુછ્યુ સાહેબ શુ થયુ છે કેમ તમે તેમને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch લઈ જાઓ છો. દરમિયાન પોળના ઘરના લોકો પોતાના દરવાજા અને બારીમાંથી પોલીસ કેમ ફિરોજ Feroze ચાચાના ઘરે આવી છે તે જોઈ રહ્યા હતા.

ઈન્સપેક્ટર જાડેજા PI Jadeja ના હોઠ સુધી આવ્યુ કે બ્લાસ્ટ Blats કેસમાં પૂછપરછ કરવી છે, પણ ત્યાં સ્થાનિક લોકો જે રીતે ભેગા થયા હતા અને ફિરોજચાચા FerozeChacha ની ઉમંરને ધ્યાનમાં રાખી કહ્યુ મને ખબર નથી પણ સાહેબે કહ્યુ એટલે હું આવ્યો છુ. હમણાં 1 કલાક પછી તેમને પાછો મુકી પણ જઈશ. ફિરોજચાચા FerozeChacha વિચારમાં પડી ગયા કે આ ઉંમરે એવુ તો શુ થયુ હશે કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના સાહેબ મને બોલાવવા આવ્યા હશે. ચાચા સમજી ગયા કે આ સાહેબ તો ચિઠ્ઠીના ચાકર છે, તેમના મોટા સાહેબ જ કહી શકશે કે મારૂ શુ કામ છે. તેમણે તરત પોતાના બધા વિચાર ખંખેરી નાખતા હોય તેમ પેલી મહિલાને કહ્યુ તુમ ક્યુ ચિંતા કરતી હો, મેં ક્યા ટેરેરીસ્ટ હું, સાબ કો કુછ જાનના હોગા તો બુલાયા હૈ. તેમણે તરત ચંપલ પહેર્યા, પણ ફિરોજચાચા FerozeChacha એ જ્યારે ટેરેરીસ્ટ હુ તેવુ કહ્યુ ત્યારે ત્યાં હાજર બધા પોલીસવાળા એકબીજાની સામે જોવા લાગ્યા હતા. ચાચાએ પોતાનો ઘરનો ઉબરો ઉતરી રહ્યા ત્યારે તેમણે પોતાના ઘુંટણ ઉપર હાથને ટેકો લીધો હતો.


- Advertisement -

એટલે જાડેજા Jadeja એ તરત તેમને મદદ કરવા હાથ લાંબો કર્યો. ફિરોજચાચાએ જાડેજા Jadeja નો હાથનો ટેકો લીધો અને ઉંબરાના પછીનું પગથીયુ ઉતર્યા. જાડેજા Jadeja એ જેવો ફિરોજચાચા FerozeChacha નો હાથ પકડ્યો તેની સાથે મનમાં થયુ ના આ માણસ ગુનેગાર લાગતો નથી. પંજો બરછટ હતો પણ તે કોઈપણ મહેનતકશ માણસનો પંજો આવો જ હોય. આમ છતાં હાથમાં જે પ્રકારની નરમાશ હતી તેવી નરમાશ ગુનેગારના હાથમાં હોતી નથી. ઈન્સપેક્ટર જાડેજા PI Jadeja આવુ કંઈ પોલીસ ટ્રેનીંગ સ્કૂલમાં શીખ્યા ન્હોતા પણ પોલીસ અધિકારી તરીકેની લાંબી સફરનો આ નિચોડ હતો. તેમણે અનેક ગુનેગારોને પકડ્યા હતા, માર્યા હતા પણ ફિરોજચાચા FerozeChacha નો હાથ કહી રહ્યો હતો કે ચાચાને બ્લાસ્ટ કેસ સાથે કોઈ નિસ્બત નથી. ચાચા ધીમે ધીમે જાડજા Jadeja નો હાથ પકડી ખડકીની બહાર નિકળી રહ્યા હતા ત્યારે જાડેજા Jadeja ને મનમાં લાગ્યુ કે ચાચા ગુનેગાર નથી, તે વાત સાચી નિકળી તો સારૂ, આવુ તેમને પોલીસ અધિકારી તરીકે અનેક વખત થતુ હતું.

કદાચ તેમની અંદર રહેલો માણસ તેમની સાથે આ પ્રકારની વાત કરી રહ્યો હતો. ખડકીની બહાર આવતા જાડેજા Jadeja એ પોતે તેમની સરકારી કારનો દરવાજો ખોલ્યો અને ચાચાને કારમાં બેસાડ્યા પછી બીજા દરવાજે જઈ પોતે તેમની બાજુમાં બેઠા. પોળની અંદરના અને બહારના લોકોને આશ્ચર્ય હતું કે ચાચાને કેમ પોલીસ લઈ ગઇ હશે? ચાચા તો નેક દિલ ઈન્સાન અને અલ્લાહનો ડર રાખનારા હતા, ક્યારેય કોઈની સાથે ઉંચા અવાજે વાત સુધ્ધા કરી ન્હોતી. હજી ચાચા 4-5 વર્ષ પહેલા જ પોળમાં રહેવા આવ્યા હતા. આવા અનેક પ્રશ્નનો જવાબ ખુદ પોલીસ અધિકારીઓને પણ જાણવો હતો અને તે માટે તેઓ ચાચાને લઈ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch તરફ રવાના થયા. ચાચાના મનમાં એક અજાણ્યો ડર પણ હતો, તેઓ વાંર-વાંર અલ્લાહને મનમાં યાદ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા હવે સહન કરવાની તાકાત રહી નથી, બહુ સહન કર્યુ હવે કોઈ નવી મુસિબતમાં નાખતો નહીં.

(ક્રમશ:)

- Advertisement -

PART – 31 | DCPનો ઇશારો થતા QRTના કમાન્ડોની આંગળી આધુનિક રાયફલની ટ્રીગર ઉપર આવી ગઈ



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular