નવજીવન ન્યૂઝ.દાહોદઃ મેળાઓ અને હાટ બજારએ આદિવાસી વિસ્તારની એક અભિન્ન ઓળખ છે. મેળાઓ તેમના પરંપરાગત જીવનની ઝાંખી કરાવે છે. ઓછી જરૂરિયાતો કે કરકસરયુક્ત જીવન જીવતા આદિવાસીઓ આ મેળાઓમાંથી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી કરે છે. દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકા જેસાવાડા ગામે યોજાયો હતો. આ મેળાની પરંપરા એવી છે કે જેસાવાડા ગામની મધ્યમાં ૨૧ ફૂટ ઊંચો થાંભલો રોપવામાં આવે છે. તેના ઉપર ગોળની પોટલી બાંધવામાં આવે છે અને થાંભલાને બરોબર લીસો કરી દેવામાં આવે છે. હવે મેળાના દિવસે તે થાંભલા ઉપર ચડી જઈને ગોળ પાડવાની એક પરંપરા છે. આ પરંપરા મુજબ યુવક અને યુવતીઓ ખાસ કરીને ભેગા થાય છે. યુવક થાંભલા ઉપર ચડે છે જ્યારે યુવતીઓ તેને નેતરની સોટીથી મારે છે. તેમાં સાહસ કરીને જે યુવક થાંભલા ઉપર ચડી જાય જીત મેળવે છે અને મેળામાં આવેલી તેની પસંદગીની કન્યા સાથે લગ્ન કરે છે એવી પ્રાચીન પરંપરા પરંતુ આજના આધુનિક સમયમાં આ મેળાની પરંપરા થોડી બદલાઈ છે. લોકો મોજ માણવા અને હરવા ફરવા માટે આ મેળામાં આજે ખાસ આવે છે. જેસાવાડા ગામે યોજાયેલા આજના મેળામાં અનિલ કટારા નામના યુવકે ગોળની પોટલી પાડી જીત મેળવી હતી, દાહોદના આદિવાસી વિસ્તારમાં અનેક મેળાઓ હોળી નિમિત્તે ભરાય છે. તેમાંનો એક અતિ મહત્વપૂર્ણ મેળો ગણવામાં આવે છે.
ઇતિહાસના પ્રાધ્યાપક ડો. ગણેશ નિસરતા જણાવે છે કે, આ મેળો “પ્રાચીન સ્વયંવર પ્રથાને યાદ કરાવે છે જ્યારે આદિવાસીઓમાં ખાસ કરીને યુવક-યુવતીને મળવા માટેનું જો કોઈ મહત્વનું સ્થળ હોય તો તે આ મેળો છે, માટે યુવક-યુવતીઓની પસંદગી માટે આ મેળો અતિ મહત્વનો છે, ઘણીવાર અહીં યુવક-યુવતી એકબીજાને પસંદ કરે તો ભાગી જવાના બનાવો પણ બને છે અને પાછળ જતા તે સમાજમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે. વર-કન્યાની પસંદગી બાબતે પણ આ મેળો મહત્વનો છે”!
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.