નવજીવન ન્યૂઝ. દાહોદ: દાહોદના (Dahod) કદવાલ ગામમાંથી ચોકાંવનારી ઘટના સામે આવી છે, કૌટુંબિક દિયર અને ભાભી વચ્ચે પ્રેમ (Love) થઈ ગયો હતો. જેના પગલે ભાભીના કહેવાથી કૌટુંબિક દિયરે પરિણીત ભાઈની હત્યા કરી રસ્તાનો કાંટો દૂર કર્યો હતો. કેટલીક વખત લોકો અંધાળા પ્રેમમાં ગળાડૂબ થઈ જતા અકલ્પનીય પગલું ભરી લેતા હોય છે, જેના કારણે તેમને જીવનભર પસ્તાવાનો વારો આવે છે. પોલીસે (Dahod Police) હત્યારા કૌટુંબિક ભાઈ અને મૃતકની પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જોકે હત્યા નિપજાવનાર સગીર હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના કદવાલ રહેતા અંકિત સંગાડાના લગ્ન પૂજા નામની યુવતી સાથે થયા હતા. જ્યાં પૂજાની કૌટુબિંક દિયર સાથે આંખ મળી હતી. સમય જતા બંને વચ્ચે પ્રેમ થયો હતો. જોતજોતામાં પ્રેમ ગાઢ બનતા પૂજાએ દિયર સાથે લગ્ન કરવાની વાત કહી હતી. તે માટે તેણે તેના પતિ અંકિત રસ્તામાં કાંટો હોવાથી તેની હત્યા માટે કાવતરૂ ઘડ્યુ હતું અને દિયરને કહ્યું હતું કે, અંકિતની હત્યા કર્યા બાદ આપણે પ્રેમ લગ્ન કરી લઈશું. જે બાદ ડીજેની ગાડી ચલાવતો પૂજાનો પતિ અંકિત કોઈ કામથી બહાર જઈ રહ્યો હતો. તે દરમિયાન પૂજાએ આ બાબતે દિયરને જાણ કરી, ત્યાર બાદ દિયરે તેના મિત્ર સાથે મળી ગામની બહાર અંકિત અટકાવીને અંકિત કંઈ સમજે તે પહેલા લોખંડની પાઈપ તેના માથા મારી હતી.
જ્યાં અંકિત બેભાન થઈ ઢળી પડ્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા અંકિતનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યાંથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે બાદ ગ્રામજનોએ યુવકનો મૃતદેહ જોતા પોલીસ જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતકના પરિવારને જાણ કરતા મૃતકની પત્ની હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે હત્યાના ગુના અંગે તપાસ કરતા ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં આરોપીની પૂછપરછ કરતા મૃતકની પત્નીએ હત્યાનું કાવતરૂ ઘડ્યુ હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે હત્યારા યુવક અને મૃતકની પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, જોકે પોલીસમાં તપાસમાં આરોપી સગીર હોવાની વાત સામે આવી છે.
આ અંગે દાહોદના DySP ડી. આર. પટેલે જણાવ્યુ હતું કે, “કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે લોખંડી પાઈપ માથા ભાગે મારી પરિણીત યુવકને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેના કારણે યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. જે મામલે પોલીસે હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વધુ તપાસ ચાલી રહી છે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796