Wednesday, December 17, 2025
HomeGujaratAhmedabadગેનીબેન ઠાકોરે ભાજપમાં જવાની વાત ફગાવી અને કહ્યું “ભાજપમાં તાનાશાહી, હિટલરશાહી ચાલે...

ગેનીબેન ઠાકોરે ભાજપમાં જવાની વાત ફગાવી અને કહ્યું “ભાજપમાં તાનાશાહી, હિટલરશાહી ચાલે છે”

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Politics News : કોંગ્રેસના (Congress) એકમાત્ર મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Geniben Thakor) અવાર-નવાર પોતાના નિવેદનને લઈ ભારે ચર્ચામાં રહ્યાં છે. સરકારના વખાણ બાદ હવે તેમણે આકરા પ્રહારો કર્યા છે. તાજેતરમાં તેમણે રાજ્ય સરકારના વિકાસકાર્યોના ભરપેટ વખાણ કર્યા હતા. પ્રથમ વખત ગેનીબેનના મોઢે ભાજપના (BJP Gujarat)વખાણની ઘટનાથી લોકોમાં કૂતુહલ સર્જાતા તેઓ ભાજપમાં જોડાય તેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ હતું. ત્યારે આજે ગેનીબેને એક જાહેર સભામાં પોતાના નિવેદનથી ભાજપમાં જવાની વાતનો છેદ ઉડાવી દઈને તમામ અટકળોનો અંત આણ્યો છે.

બનાસકાંઠાના (Banaskantha) ભાભરમાં કોંગ્રેસ આયોજિત ‘જય ભારત’ સંકલ્પ સત્યાગ્રહ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે જાહેર સભા સંબોધતા કહ્યું કે, “ભાજપના લોકો પણ વાતો કરે છે કે, લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જશે. ભાજપમાં જવાની વાતો રહેવા દો. હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી ભાજપ તરફ ઓશિકું પણ નહીં કરૂં. કેટલાંક શબ્દો જાહેરમાં ના બોલાય અને મને પહેલેથી ભાજપથી એલર્જી છે”. તેમણે વધુમાં કહ્યું કે, “ભાજપમાં તાનાશાહી અને હિટલરશાહી ચાલે છે. સરકારે નડાબેટમાં કરેલી કામગીરીની મેં પ્રશંસા કરી હતી. ભાજપમાં જોડાવાની વાત એ અફવા છે”.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અનેક નેતાઓ આ પ્રકારે સરકારની પ્રશંસા કરી ભવિષ્યમાં ભાજપ સાથે ભળી ગયા છે અને કેસરિયો ધારણ કરી લીધો છે. ત્યારે ગેનીબેનના અચાનક સરકારની પ્રશંસા કરતા નિવેદનને પગલે જાત જાતના તર્ક લગાવામાં આવ્યા હતા. જેની પર આજે જાહેરસભામાં ગેનીબેને પૂર્ણ વિરામ મૂક્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular